ઉત્તર પ્રદેશમાં બહાર પડ્યો ફતવો, ઝિણાનું સમર્થન ન કરે મુસ્લિમ

News18 Gujarati
Updated: May 8, 2018, 6:46 PM IST
ઉત્તર પ્રદેશમાં બહાર પડ્યો ફતવો, ઝિણાનું સમર્થન ન કરે મુસ્લિમ
ઉત્તર પ્રદેશના બરેલીની દરગાહ આલા હજરતે મંગળવારે એક ફતવો બહાર પાડ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, કોઇપણ મુસ્લિમ મોહમ્મદ અલિ ઝિણાનું સમર્થન ન કરે અને જો તેઓ આવું કરે છે તો તે ખોટું છે.

ઉત્તર પ્રદેશના બરેલીની દરગાહ આલા હજરતે મંગળવારે એક ફતવો બહાર પાડ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, કોઇપણ મુસ્લિમ મોહમ્મદ અલિ ઝિણાનું સમર્થન ન કરે અને જો તેઓ આવું કરે છે તો તે ખોટું છે.

  • Share this:
ઉત્તર પ્રદેશના બરેલીની દરગાહ આલા હજરતે મંગળવારે એક ફતવો બહાર પાડ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, કોઇપણ મુસ્લિમ મોહમ્મદ અલિ ઝિણાનું સમર્થન ન કરે અને જો તેઓ આવું કરે છે તો તે ખોટું છે. આ ફતવામાં એ પણ જણાવ્યું હતું કે, ઝિણાની તસવીર લગાવવી પણ ખોટું છે. ઝિણા મુસલમાનોના આદર્શ નથી. તેઓ એક દુશ્મન દેશના નિર્માતા છે.

આ પહેલા અલિગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય (એએમયુ)માં મોહમ્મદ અલી ઝિણાની તસવીરને લઇને મોટો વિવાદ ઊભો થયો છે. વિવાદ પછી મુખ્ય મુસ્લિમ સંગઠન ઝમિયલ ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના મહમૂદ મદનીએ કહ્યું હતું કે, ઝિણાને આપણા પૂર્વજોએ આદર્શ માન્યા ન્હોતા અને દ્વિરાષ્ટ્રના તેમના સિદ્ધાંતને પણ ઠુકરાવ્યું હતું. પાકિસ્તાનના સંસ્થાપકને અમે પણ આદર્શ નથી માનતા.

મૌલાના મદનીએ કહ્યું હતું કે, અમારા વડીલોએ ઝિણાને પોતાના આદર્શ નથી માન્યા અને ન તો તેમના સિદ્ધાંતોનું સમર્થન કર્યું. જોકે, આ દેશમાં અમારું રહેવું જ એ સાબિત કરે છે કે, અમે તેમના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને નકારી કાઢ્યો છે. ઝિણાને લઇને અમારી પણ એ જ રાય છે જે અમારા વડિલોની હતી.

અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઝિણાની તસવીરને લઇને ત્યારે વિવાદ શરુ થયો જ્યારે બીજેપીના સાંસદ સતિશ ગૌતમે એએમયુના વીસીને પત્ર લખીને આ અંગે પૂછ્યું હતું કે યુનિવર્સિટીમાં ઝિણાની તસવીર કરે છે.
First published: May 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading