કોરોનાની આશંકાએ એમ્બ્યુલન્સે વૃદ્ધને હૉસ્પિટલ લઈ જવાનો કર્યો ઇન્કાર, થોડીવારમાં મોત; આઘાતમાં આવીને પુત્રનો આપઘાત

પિતાના મોતથી પુત્રનો આપઘાત.

Darbhanga News: દર્દીની હાલત જોઈને એમ્બ્યુલન્સના કર્મચારીએ તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાનો ઇન્કાર કરી દીધો હતો. અડધા કલાક બાદ વૃદ્ધે દમ તોડી દીધો. આ વાતથી આઘાતમાં આવેલા પુત્રએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

 • Share this:
  વિપિન કુમાર દાસ, દરભંગા: કોરોના વાયરસ (Coronavirus) જેટલો ખતરનાક છે એટલો જ ખતરનાક તેનો ડર (Corona fear) છે. તાજેતરમાં બિહારના દરભંગા (Darbhanga district)ના બહાદુરપુર પ્રખંડના દોકલી ગામમાં આ વાતનું તાજું ઉદારણ સામે આવ્યું છે. અહીં એક વૃદ્ધને એમ્બ્યુલન્સ (Ambulance)ના કર્મચારીએ હૉસ્પિટલ લઈ જવાનો ઇન્કાર કરી દીધો હતો. ચાલકને ડર હતો કે વૃદ્ધ કોરોના સંક્રમિત છે. પરિણામ સ્વરૂપે થોડીવારમાં જ વૃદ્ધે દમ તોડી દીધો હતો. આ વાતથી આઘાતમાં આવી ગયેલા વૃદ્ધના પુત્રએ આપઘાત કરી લીધો હતો.

  દીકરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

  આ બનાવ દરભંગાના બહાદુરપુર પ્રખંડનો છે. અહીં દોકલી ગામમાં દમથી પીડિત 60 વર્ષીય વૃદ્ધ મદન મોહન ઝાની તબિયત છેલ્લા થોડા દિવસોથી ખરાબ હતી. અચાનક તબિયત વધારે બગડતા વૃદ્ધના પુત્રએ બહાદુરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવી હતી. જોકે, એમ્બ્યુલન્સ કર્મચારીએ દર્દીને કોરોના સંક્રમિત હોવાનું કહીને લઈ જવાનો ઇન્કાર કર્યો હતો. અડધા કલાક પછી વૃદ્ધનું મોત થઈ ગયું હતું. પિતાના મોત બાદ દીકરો રામુ ઝા ઘરેથી નીકળી ગયો હતો અને થોડે દૂર બગીચામાં જઈને ગળેફાંસો ખાઈ લીધો હતો. રામુનું પણ મોત થયું હતું.

  આ પણ વાંચો:  'શ્વાસ' બચાવવાની લડાઈમાં સંજીવની બની શકે છે ઝાયડસની 'વિરાફિન' દવા, જાણો

  આત્મહત્યાનું સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું

  જોકે, રામુના આપઘાત પાછળનું સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. પરંતુ એવું કહેવામાં આવે છે કે દીકરો પિતાના મોતનો આઘાત સહન કરી શક્યો ન હતો. આથી જ તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 19 એપ્રિલના રોજ વૃદ્ધનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તેનો રિપોર્ટ આવ્યો ન હતો.

  આ પણ વાંચો: કાળમુખો કોરોના અઠવાડિયામાં આખા જૈન પરિવારને ભરખી ગયો, માતમ મનાવનારું કોઈ ન વધ્યું!

  આ પણ વાંચો: વીડિયો: કોરોના સંક્રમિત મહિલા તડપતિ રહી, બે મહિલા તેનો હાથ પકડીને તંત્ર-મંત્ર કરતી રહી, દર્દીનું મોત

  પરિવારનો લોકોનો આક્ષેપ

  ઘરના સભ્ય હરિ વલ્લભ ઝાએ કહ્યુ કે, બે-બે મોત બાદ પરિવારના સભ્યો ખૂબ ગુસ્સામાં છે. પરિવાર બંને મોત માટે હૉસ્પિટલના ડૉક્ટર અને એમ્બ્યુલન્સકર્મીને જવાબદાર માને છે. મૃતકના કાકાએ કહ્યુ કે, જ્યારે કોરોના તપાસ રિપોર્ટ આવ્યો જ નથી ત્યારે એમ્બ્યુલન્સકર્મીએ કેવી રીતે માની લીધું કે તેઓ કોરોના સંક્રમિત છે? તેના ભત્રીજાએ ગળેફાંસો ખાધા બાદ તેને હૉસ્પિટલ લઈ જવાનો હતો. આ સમયે તેનો શ્વાસ ચાલી રહ્યો હતો પરંતુ ડૉક્ટરોએ સારવારમાં બેદરકારી દાખવતા તેનું મોત થયું હતું. આ મામલે પોલીસ પણ કંઈ બોલવા માટે તૈયાર નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: