મ્યૂઝિયમના ઓછા વેતનથી પરેશાન કલાકારે પ્રદર્શન માટે મોકલી ખાલી કેન્વાસ, ટાઇટલ આપ્યું “પૈસા લઈને ભાગો”

ડેન્માર્કના મ્યૂઝિયમ દ્વારા અપાતા ઓછા વેતનથી પરેશાન એક કલાકારે પોતાનો વિરોધ દર્શવવા કરેલી યુક્તિ ભારે ચર્ચાઈ રહી છે

ડેન્માર્કના મ્યૂઝિયમ દ્વારા અપાતા ઓછા વેતનથી પરેશાન એક કલાકારે પોતાનો વિરોધ દર્શવવા કરેલી યુક્તિ ભારે ચર્ચાઈ રહી છે

  • Share this:
ડેન્માર્કના મ્યૂઝિયમ (museum) દ્વારા અપાતા ઓછા વેતનથી પરેશાન એક કલાકારે (artist)પોતાનો વિરોધ દર્શવવા કરેલી યુક્તિ ભારે ચર્ચાઈ રહી છે. ડેનિશ કલાકારને આર્ટ વર્ક બનાવવા માટે મ્યૂઝિયમ દ્વારા અપાયેલા પૈસા રાખી બે ખાલી કેનવાસ સબમિટ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. આવું તેણે ઓછા વેતનનો વિરોધ દર્શવવા માટે કર્યુ છે અને તેણે પોતાના આ કેન્વાસને  (canvases)“ટેક ધ મની એન્ડ રન” (Take the Money and Run) નામ આપ્યું છે.

શું છે સમગ્ર મામલો?

આલ્બોર્ગમાં કુન્સ્ટેન મ્યુઝિયમ ઓફ મોડર્ન ઓર્ટએ જેન્સ હેનિંને તેના પહેલાના બે આર્ટ વર્ક ફરીથી બનાવવા માટે આશરે 5,34,000 ક્રોનર($84,000) રોકડા આપ્યા હતા. આ કેન્વાસના આર્ટ પિસમાં બેંક નોટ જોડેલી હતી, જે ઓસ્ટ્રિયા અને ડેન્માર્કમાં સરેરાશ વાર્ષિક વેતન દર્શાવે છે. મ્યૂઝિયમે 24 સપ્ટેમ્બરે “વર્ક ઇટ આઉટ” પર પ્રદર્શિત થનાર આર્ટવર્ક માટે હેનિંગને 25,000 ક્રોનર($3900) ચૂકવ્યા હતા.

પરંતુ જ્યારે મ્યૂઝિયમને આર્ટવર્ક મળ્યું તો કેન્વાસ એકદમ બ્લેન્ક હતા. હેનિંગે દાવો કર્યો કે આ તેનું આર્ટ વર્ક છે “ટૂક ધેર મની”. કલાકારે કહ્યું કે તેણે જે કર્યુ તે ચોરી ગણી શકાય નહીં. પરંતુ “કરારનો ભંગ છે અને કરાર ભંગએ કામનો જ ભાગ છે”.

મ્યૂઝિયમ સાથે કરેલા કરાર અનુસાર પ્રદર્શન પૂર્ણ થયા બાદ હેનિંગે તે પૈસા મ્યૂઝિયમને પરત આપવાના હતા. પરંતુ તેણે પૈસા ક્યાં છે તે જણાવવાનો અને પૈસા પરત આપવાનો ઇનકાર કર્યો હતો. હેનિંગનું માનવું છે કે ખાલી કેનવાસ તેની હાલની સ્થિતિ અને મ્યૂઝિયમ દ્વારા આપવામાં આવતા ઓછા વેતન સામે પડકાર છે. તેણે લોકોને કહ્યું જો તેને કામ જવા માટે પૈસા આપવા દબાણ કરવામાં આવે તો “ટેક મની એન્ડ રન”. મ્યૂઝિયમ ઇચ્છે છે કે હેનિંગ પૈસા પરત કરી દે અને જો તે જાન્યુઆરી સુધીમાં પૈસા પરત નહીં કરે તો એક્ઝિબિશન સમાપ્ત થયા બાદ તેના પર પોલીસ કેસ કરવામાં આવશે.
First published: