હિસારઃ હરિયાણા (Haryana)ના હિસાર જિલ્લા (Hisar District)માં એક અજબ પ્રકારનો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પત્ની અને સાસરિયાઓથી ત્રાસીને અનોખું પગલું ભર્યં છે. તેને જોઈને વિસ્તારના લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. મૂળે, પત્ની અને સાસરિયાઓથી પીડિત પતિએ ન્યાય માટે પોલીસ સ્ટેશનથી એસપી ઓફિસ સુધી અનોખી યાત્રા કાઢી. દંડવત થઈને ખૈરપુર કોલીની નિવાસી રાકેશ કુમાર 800 મીટર જ આગળ વધ્યો હતો ને ત્યારે પોલીસ સુધી તેની જાણ થઈ ગઈ.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાકેશને આશ્વાસન આપી ઘરે પરત મોકલ્યો. પીડિત રાકેશે હિસાર રેન્જના આઈજી, મુખ્યમંત્રી, ગૃહ મંત્રી તથા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને ફરિયાદ મોકલી છે. પીડિત રાકેશે જણાવ્યું કે પોલીસ અને સાસરિયા પક્ષના લોકો સાડા અગિયાર વર્ષના સુખી લગ્ન જીવનને બરબાદ કરવા માંગે છે. તેઓએ જણાવ્યું કે તેની સાળીની ઓળખાણ વિનોદ નામના યુવક સાથે છે. વિનોદ તેની પત્નીને પરેશાન કરતી હતી.
રાકેશે આરોપ લગાવ્યો કે કપિલ નામનો વ્યક્તિ પણ પત્નીને બ્લેકમેલ કરી રહ્યો હતો. જ્યારે મને જાણવા મળ્યું તો મેં કાર્યવાહી કરવાની વાત કહી. ત્યારબાદ સાસરિયાઓએ પત્નીથી મારી પર જ દહેજ પજવણીનો કેસ નોંધાવી દીધો. હવે પત્ની અને બાળક સાસરે રહી રહ્યા છે.
આ પણ વાંચો, કંડક્ટરે બેસવાનું કહ્યું તો યુવતીએ માર્યો લાફો, બસમાં કરાવી તોડફોડ
પોલીસે પીડિતના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
રાકેશનો આરોપ છે કે સાસરિયા પક્ષની ફરિયાદ પર ખૈરપુર પોલીસે તેને કસ્ટડીમાં લઈને માર્યો. તબિયત ખરાબ થતાં તેની સારવાર ન કરાવી. ન્યાય માટે તે દંડવત યાત્રા કરી રહ્યો હતો. તેણે જણાવ્યું કે જો તેને ન્યાન નહીં મળે તો તે સુપ્રીમ કોર્ટમાં ઈચ્છામૃત્યુ માટે અરજી કરશે. બીજી તરફ આ મામલા પર ખૈરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે કહ્યું કે પોલીસ પર પજવણી કરવાનો આરોપા પાયાવિહોણો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર