હવે રાજનીતિ કરશે સપના ચૌધરી, ભાજપમાં થઈ સામેલ

શિવરાજ સિંહ ચૌહાણ અને મનોજ તિવારીની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં જોડાઈ

શિવરાજ સિંહ ચૌહાણ અને મનોજ તિવારીની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં જોડાઈ

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : દિલ્હી ભાજપના સભ્યપદ અભિયાનમાં રવિવારે જાણીતી ડાન્સર સપના ચૌધરી પહેલું સભ્યપદ મેળવ્યું છે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં દિલ્હી ભાજપના સભ્યપદ અભિયાન કાર્યક્રમમાં શિવરાજસિંહ ચૌહાણ, ભાજપ મહાસચિવ રામલાલ અને મનોજ તિવારીની ઉપસ્થિતિમાં સપના ચૌધરી ભાજપમાં સામેલ થઈ. ઉલ્લેખનીય છે કે, ભાજપ હાલ સમગ્ર દેશમાં સભ્યપદ અભિયાન ચલાવી રહ્યું છે અને લોકોને પાર્ટી સાથે જોડી રહ્યું છે.

  ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા સપના ચૌધરીની કેટલીક તસવીર પ્રિયંકા ગાંધી સાથે વાયરલ થઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ સપના ચૌધરી પાર્ટીમાં સામેલ થવાની જાતે પુષ્ટિ કરી હતી. જોકે, સપના ચૌધરીએ તેનાથી ઇનકાર કરી દીધો હતો.

  આ પણ વાંચો, સની લિયોનનો આ વીડિયો જોઇ ક્રેઝી થયા ફેન્સ, લખી આ વાત

  સપના ચૌધરીએ કહ્યું હતું કે, તે કલાકાર છે તેથી ચૂંટણી લડવાની કોઈ મહેચ્છા નથી. પ્રિયંકા ગાંધીની સાથે ફોટો પર સપનાએ કહ્યું હતું કે હું પ્રિયંકા ગાંધીને મળી હતી પરંતુ તે તસવીર જૂની છે. સપના ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે તે મનોજ તિવારીના સંપર્કમાં છે.
  Published by:Mrunal Bhojak
  First published: