Home /News /national-international /VIDEO: અહીં આવેલ છે હનુમાનજીની અદ્ભૂત પ્રતિમા, જમીનમાં ખોદતા ગયા પણ ન મળ્યો ભગવાનનો પગ
VIDEO: અહીં આવેલ છે હનુમાનજીની અદ્ભૂત પ્રતિમા, જમીનમાં ખોદતા ગયા પણ ન મળ્યો ભગવાનનો પગ
મધ્ય પ્રદેશમાં આવેલ હનુમાનજીનું મંદિર
ખાસ વાત એ છે કે, મૂર્તિનો જમણો પગ જમીનની અંદર સૈંકડો ફુટ ઊંડાઈમાં છે, જેના સીધા પહોંચવા માટે અત્યાર સુધીમાં કેટલાય લોકોએ મહેનત કરી, પણ કોઈ પહોંચી શક્યું નહીં.
દમોહ: મધ્ય પ્રદેશના આ જિલ્લામાં કેટલાય પ્રાચીન ધરોહર આવેલા છે. જેમાં કિલ્લા, વાવ અને મંદિરો છે. આ ધરોહરને સાચવવાનું કામ પુરાત્તત્વ વિભાગ દ્વારા કરવામા આવે છે. વાત કરીએ તો તેન્દુખેડા જિલ્લાની તો અહીં દૌની ગામમાં મહુઆના ઝાડ નીચે આવેલા હનુમાજીની મૂર્તિ ખૂબ જ પ્રાચીન છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે.
ખાસ વાત એ છે કે, મૂર્તિનો જમણો પગ જમીનની અંદર સૈંકડો ફુટ ઊંડાઈમાં છે, જેના સીધા પહોંચવા માટે અત્યાર સુધીમાં કેટલાય લોકોએ મહેનત કરી, પણ કોઈ પહોંચી શક્યું નહીં. આજથી કેટલાય વર્ષો પહેલા અમુક લોકોએ હનુમાનજીના જમણા પગની પાસે 40થી 50 ફુટનો ઊંડો ખાડો ખોદ્યો હતો, પણ પગનો છેડો મળ્યો નહીં. મંદિર સાથે લોકોની આસ્થા જોડાતી ગઈ, જેને લઈને ગામલોકો માનવા લાગ્યા કે, હનુમાનજીનો જે જમણો પગ છે, તે પાતાળ લોકો સુધી જાય છે. " isDesktop="true" id="1354930" >
કેટલાય જિલ્લામાંથી આવે છે ભક્તો
જ્યારથી મંદિરની સ્થાપના થઈ, ત્યારથી મંદિરમાં 24 કલાક અખંડ જ્યોતિ સળગી રહી છે. અહીં દૂર દૂરથી લોકો આવે છે. જબલપુર, પાટન, દમોહ, તેન્દુખેડા, સાગર અને નરસિંહપુર સુધીના ભક્તો હનુમાનજીના મંદિરે દર્શન કરવા આવે છે. હનુમાનજીની આ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. અહીં આવતા ભક્તોનું એવું માનવું છે કે, તેમના દરબારમાં માગેલી દરેક ઈચ્છા પુરી થાય છે. આ પ્રાચીનકાળની પ્રતિમામાં કેટલાય અચંબા જોવા મળ્યા છે.
શ્રદ્ધાળુ ભક્ત બબલૂ ધોસીએ જણાવ્યું કે, આ મૂર્તિની સ્થાપના રાણી દુર્ગાવતીના વંશજોએ કરી હતી. ગામલોકોએ ઘણી વાર કોશિશ કરી કે, અહીં હનુમાનજીનું વિશાળ મંદિર બનાવામાં આવે. પણ એવું બની શક્યું નહીં. સમયની સાથે મૂર્તિની ચારેતરફ દિવાલો તો ઊભી કરી, પણ અહીં કોઈ છત નાખી શકતું નથી. કારણ કે મહુઆના ઝાડ નીચે બિરાજમાન બજરંગ બલી ખુલ્લા આકાશમાં રહેવા માગે છે. આવું સપનામાં તેણે પૂજારી અને ગામલોકોને આપ્યું હતું. ત્યાં સુધી કે, હાલમાં પણ આ મંદિરની છત બની શકી નથી. મહુઆનું ઝાડ જેમનું તેમ છે. અને બાકી ખુલી જગ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર