Home /News /national-international /

Ludhiana Court Blast: લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટના સ્થળેથી મળ્યો ક્ષતિગ્રસ્ત મોબાઈલ ફોન, તપાસ એજન્સીઓએ વ્યક્ત કરી આ વાતની શંકા

Ludhiana Court Blast: લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટના સ્થળેથી મળ્યો ક્ષતિગ્રસ્ત મોબાઈલ ફોન, તપાસ એજન્સીઓએ વ્યક્ત કરી આ વાતની શંકા

બ્લાસ્ટની ઘટના સ્થળની તસવીર

Ludhiana Blast: આ સમગ્ર ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (central government) રાજ્ય સરકારને વહેલી તકે આ મામલાની જાણ કરવા જણાવ્યું છે. કોર્ટમાં બ્લાસ્ટ (Ludhiana Court Blast) એટલો જોરદાર હતો કે બાથરૂમની દીવાલો તૂટી ગઈ હતી.

    નવી દિલ્હીઃ લુધિયાણા કોર્ટ (Ludhiana Court Blast)ના બીજા માળે આવેલા ટોયલેટમાં બ્લાસ્ટના મામલા (Blast inside court)માં મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓને વિસ્ફોટના સ્થળેથી ક્ષતિગ્રસ્ત મોબાઈલ (Damaged mobile) ફોન મળ્યો છે.

    આ મોબાઈલ ફોન કોનો છે તે હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું નથી, પરંતુ તપાસ એજન્સીઓને શંકા છે કે આ ફોન બોમ્બ પ્લાન્ટ કરનાર વ્યક્તિનો હોઈ શકે છે. ક્ષતિગ્રસ્ત ફોન બોમ્બ એસેમ્બલર (Bomb Assembler)નો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, ગુરુવારે લુધિયાણાની જિલ્લા અદાલતમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. કોર્ટના બીજા માળે આવેલા ટોયલેટમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તપાસ એજન્સીઓને એવી પણ આશંકા છે કે મૃત્યુ પામેલા વ્યક્તિએ બોમ્બ બ્લાસ્ટ કર્યો હોઈ શકે છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં ઉચ્ચ ગ્રેડના વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: Breaking News | સરકારી વીમા કંપનીઓ ગ્રાહકો માટે Cashless સુવિધા બંધ કરશે

    વિસ્ફોટમાં અનેક લોકો થયા ઘાયલ
    કોર્ટમાં થયેલા વિસ્ફોટમાં કુલ છ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ પંજાબ સરકારે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. આ ઘટનાની નિંદા કરતા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રવિરોધી શક્તિઓ પંજાબની શાંતિને ખલેલ પહોંચાડવાના પ્રયાસમાં આવા ઘૃણાસ્પદ કૃત્યો કરી રહી છે. તેમણે કહ્યું કે પહેલા અપમાનનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેમાં નિષ્ફળ ગયા તો હવે કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો.

    આ પણ વાંચો:Coronavirus Omicron Variant : દિલ્હીમાં પેરાસિટામોલથી જ સ્વસ્થ થઇ ગયા ઓમિક્રોનના દર્દીઓ! ડોક્ટરના નિવેદને આપી રાહત

    વિસ્ફોટ સમયે સ્થાનિક ધારાસભ્ય કોર્ટમાં હતા હાજર
    આ સમગ્ર ઘટના અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે પણ વાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને વહેલી તકે આ મામલાની જાણ કરવા જણાવ્યું છે. કોર્ટમાં બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બાથરૂમની દીવાલો તૂટી ગઈ હતી. વિસ્ફોટ થયો ત્યારે સ્થાનિક ધારાસભ્ય બલવિંદર સિંહ બેન્સ ત્રીજા માળે વકીલ સાથે હાજર હતા.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bomb, Latest News, Nation News, દેશ વિદેશ

    આગામી સમાચાર