Home /News /national-international /VIDEO: ભયાનક દ્રશ્યો: આકાશમાં બે વિમાન અથડાયા, એર શૉ દરમિયાન થઈ મોટી દુર્ઘટના

VIDEO: ભયાનક દ્રશ્યો: આકાશમાં બે વિમાન અથડાયા, એર શૉ દરમિયાન થઈ મોટી દુર્ઘટના

2 plane crash in air

આકાશમાં બે વિમાન અથડાયા હોવા તેવા દ્રશ્યો તમે ભાગ્યે જ જોયા હશે. અમેરિકાના ટેક્સાસમાં આવી જ એક ઘટના બની છે, જેને કેટલાય લોકોએ રુબરુ જોઈ છે.

    plane crash આકાશમાં બે વિમાન અથડાયા હોવા તેવા દ્રશ્યો તમે ભાગ્યે જ જોયા હશે. અમેરિકાના ટેક્સાસમાં આવી જ એક ઘટના બની છે, જેને કેટલાય લોકોએ રુબરુ જોઈ છે. અહીં દ્વિતિય વિશ્વ યુદ્ધના સમયના બે વિમાન એર શો દરમિયાન હવામાં ટકરાઈ ગયા હતા. ઘટનાના તુરંત બાદ બંને વિમાન ક્રેશ થયા અને આગ ગોળા બનીને રાખ થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત પણ થયા છે. તો વળી આ મામલે તપાસ પણ શરુ કરી દીધી છે.



    આ ઘટના શનિવારે ટેક્સાસના ડેલાસની છે. અહીં દ્વિતિય વિશ્વ યુદ્ધની યાદગારી રુપે આયોજીત એક એર શો દરમિયાન એક બોઈંગ બી 17 ફ્લાઈંગ ફોર્ટેસ બોમ્બર અને બેલ પી 63 કિંગ કોબરા ફાઈટરનો અકસ્માત થયો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે આ ઘટના ડેલાસ એક્ઝીક્યૂટિવ એરપોર્ટ પર બપોરે 1.20 કલાકે થઈ હતી.





    સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાય વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. તેમાં એકમાં દેખાઈ રહ્યું છે કે, આ વિમાન કંઈ ખાસ ઊંચાઈ પર નહોતા, પણ સામાન્ય ઊંચાઈ પર ઉડી રહ્યા હતા અને વિમાનના પંખા એક બીજા સાથે ટકરાઈ ગયા. અકસ્માત થયા બાદ તુરંત બંને વિમાન આગના ગોળા બનીને જમીન પર પડ્યા હતા. બોલ્ડર કાઉંટી શૈરિફ ઓફિસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, એક વિમાનના કાટમાળમાંથી બે લાશ મળી આવી છે. જ્યારે અન્ય એક લાશ બીજા વિમાનમાંથી મળી આવી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: PLANE CRASH

    विज्ञापन
    विज्ञापन