Home /News /national-international /દલિતોએ દેશમાં તમામ હનુમાન મંદિરો પર કબ્જો કરી લેવો જોઇએ: દલિત નેતા ચન્દ્રશેખર

દલિતોએ દેશમાં તમામ હનુમાન મંદિરો પર કબ્જો કરી લેવો જોઇએ: દલિત નેતા ચન્દ્રશેખર

ભીમ આર્મી ચીફ ચન્દ્રશેખર

આ પહેલા યોગીનાં નિવેદન મામલે રાજસ્થાન સર્વ બ્રાહ્ણણ મહાસભા પ્રમુખ સુરેશ મિશ્રાએ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લિગલ નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેમણે લખ્યું છે કે, મને અત્યંત દુખ થાય છે કે, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રીએ હનુમાનને દલિત કહ્યાં.

વધુ જુઓ ...
દલિત નેતા અને ભીમ આર્મીનાં ચીફ ચન્દ્રશેખરે દેશનાં દલિતોને હાકલ કરતા કહ્યું કે, દલિતેઓ દેશનાં તમામ હનુમાનજીનાં મંદિરો કબ્જે કરી લેવા જોઇએ અને આ મંદિરોમાં દલિત પુજારી મુકી દેવા જોઇએ.

ભારતીય જનતા પાર્ટીનાં સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી આદિત્યનાથે ચુંટણીમાં હનુમાનને ઢસેડ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે, હનુમાન દલિત હતા. રાજસ્થાનમાં વિધાનસભાનાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે આ પ્રક્રારનું નિવેદન આપ્યું હતું. આ મામલો ગરમાયો છે અને અનેક લોકોએ તેની નિંદા કરી છે. વિરોધ થઇ રહ્યો છે. ચન્દ્રશેખરે પત્રકારો સાથે વાચતીચ કરતા કહ્યું કે, જો હનુમાન દલિત હોય તો, દેશમાં દલિતોએ તમામ હનુમાન મંદિરે કબ્જે કરી લેવા જોઇએ અને ત્યાં દલિત પુજારી બેસાડી દેવા જોઇએ."

આ પહેલા યોગીનાં નિવેદન મામલે રાજસ્થાન સર્વ બ્રાહ્ણણ મહાસભા પ્રમુખ સુરેશ મિશ્રાએ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લિગલ નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેમણે લખ્યું છે કે, મને અત્યંત દુખ થાય છે કે, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રીએ હનુમાનને દલિત કહ્યાં. તેમના આ નિદેવનથી ઘણા બધા ભક્તોની ધાર્મિક લાગણી દુભાણી છે. આ માત્ર રાજકીય લાભ ખાંટવા માટે કરવામાં આવેલુ નિવેદન છે.

રાજસ્થાન સર્વ બ્રાહ્ણણ મહાસભા પ્રમુખ સુરેશ મિશ્રાએ યોગીને ત્રણ દિવસમાં માંફી માંગવા માટે કહ્યું છે. યોગી આદિત્યનાથ તેમની ચૂંટણી સભાઓમાં વિવાદાસ્પદ નિવેદનો આપી મતોનું ધૃવીકરણ કરવા માટે જાણીતા છે. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, હનુમાન દલિત હતા અને મતદારોને અપીલ કરી કે, જે હનુમાનની જ્ઞાતિના હોય તે તેમની જ્ઞાતિનાં ઉમેદવાર (એટલે કે ભાજપનાં દલિત ઉમેદવાર)ને મત આપે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથ જે-જે રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવા જાય છે ત્યાં રામનો ઉલ્લેખ કરે છે અયોધ્યામાં રામ મંદિરનાં મુદ્દાને આગળ ધરે છે. ભાજપે હિંદુત્વની વોટબેંકને મજબૂત કરવા માટે યોગીનો મહોરા તરીકે ઉપયોગ કરે છે. જ્યારે નરેન્દ્ર મોદીને વિકાસ પુરુષ તરીકે આગળ ધરે છે.
આ પહેલા છત્તિસગઢમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે આદિવાસીઓનાં મત અંક કરવા માટે યોગીએ કહ્યું હતું કે, હનુમાનજી આદિવાસી હતા.
First published:

Tags: Chandrashekhar, Dalits, Yogi adityanath

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો