દલિતો ભાજપનો ઢોંગ સમજી ગયા છે: ભાજપ સાંસદ સાવિત્રીબાઇ ફુલે

News18 Gujarati
Updated: December 4, 2018, 6:11 PM IST
દલિતો ભાજપનો ઢોંગ સમજી ગયા છે: ભાજપ સાંસદ સાવિત્રીબાઇ ફુલે
ભાજપનાં સાંસદ સાવિત્રીબાઇ ફુલે

સાવિત્રીબાઇ ફુલેએ કહ્યું કે, જો યોગી દલિતોને પ્રેમ કરતા હોય તો તેમણે હનુમાન કરતા દલિતોને વધારે પ્રેમ કરવો જોઇએ. શું તેમણે ક્યારેય કોઇ દલિતને ગળે લગાવ્યા છે ?

  • Share this:
ભારતીય જનતા પાર્ટીનાં જ સાંસદ સાવિત્રીબાઇ ફુલેએ ઉત્તર પ્રદેશનાં યોગી આદિત્યનાથ પર નિશાન તાંકતા કહ્યું કે, દેશનાં દલિતો ભાજપનો ઢોંગ સમજી ગયા છે.  યોગી આદિત્યનાથે હુનુમાનને દલિત કહ્યા હતા એ સંદર્ભે સાવિત્રીબાઇ ફુલેએ યોગી પર નિશાન તાંક્યુ હતું.

સાવિત્રીબાઇ ફુલેએ કહ્યું કે, જો યોગી દલિતોને પ્રેમ કરતા હોય તો તેમણે હનુમાન કરતા દલિતોને વધારે પ્રેમ કરવો જોઇએ. શું તેમણે ક્યારેય કોઇ દલિતને ગળે લગાવ્યા છે ? એ કદાચ દલિતોનાં ઘરે જઇ જમતા હશે પણ રસોઇઓ દલિત નહીં હોય. અત્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવી છે અને બીજા કોઇ મુદ્દા બચ્યા નથી એટલા માટે હનુમાન દલિત છે એવા મુદ્દાઓ લાવવામાં આવી રહ્યા છે. તેઓ માત્ર દલિતનાં મતો લેવા માંગે છે. પણ દલિતો ભાજપનો ઢોંગ સમજી ગયા છે.”
સાવિત્રીબાઇ ફુલે છેલ્લા ઘણા સમયથી પોતાની પાર્ટી સામે જ દલિતોનાં મુદ્દે અવાજ ઉઠાવી રહ્યાં છે. સાવિત્રીબાઇ ફુલેએ એમ પણ કહ્યું કે, હનુમાન, મનુવાદી લોકોનાં ગુલામ હતા.

યોગીનાં નિવેદન પછી ભીમ આર્મી ચીફ ચન્દ્રશેખરે કહ્યું કે, સમગ્ર દેશમાં દલિતોએ હનુમાનજીનાં મંદિરોનો કબ્જો કરી લેવો જોઇએ.

ભારતીય જનતા પાર્ટીનાં સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી આદિત્યનાથે ચુંટણીમાં હનુમાનને ઢસેડ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે, હનુમાન દલિત હતા. રાજસ્થાનમાં વિધાનસભાનાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે આ પ્રક્રારનું નિવેદન આપ્યું હતું. આ મામલો ગરમાયો છે અને ઉત્તરપ્રદેશનાં લખનઉમાં યોગી આદિત્યનાથ સામે પોસ્ટરો લાગ્યા હતા અને હનુમાનને દલિત કહેવા બદલ માંફી માંગવાની વાત કરી હતી.

આ પહેલા, યોગીનાં આ નિવેદન બાદ રાજસ્થાન સર્વ બ્રાહ્ણણ મહાસભા પ્રમુખ સુરેશ મિશ્રાએ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લિગલ નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેમણે લખ્યું છે કે, મને અત્યંત દુખ થાય છે કે, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રીએ હનુમાનને દલિત કહ્યાં. તેમના આ નિદેવનથી ઘણા બધા ભક્તોની ધાર્મિક લાગણી દુભાણી છે. આ માત્ર રાજકીય લાભ ખાંટવા માટે કરવામાં આવેલુ નિવેદન છે.રાજસ્થાન સર્વ બ્રાહ્ણણ મહાસભા પ્રમુખ સુરેશ મિશ્રાએ યોગીને ત્રણ દિવસમાં માંફી માંગવા માટે કહ્યું છે. આ સિવાય આદિત્યનાથે કહ્યું હતું કે, હનુમાન આદિવાસી હતા અને બજરંગબલીએ ભારતની તમામ કોમ્યુનિટીને એક કરવા માટે કામ કર્યું. ઉત્તરભારત થી લઇ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતથી લઇ પશ્ચિમ ભારત. ભગવાન રામની પણ એ ઇચ્છા હતી. આપણે પણ તેમની ઇચ્છા પુરી કરવી જોઇએ”.
First published: December 4, 2018, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading