ચોરીના આરોપમાં બે દલિતને કપડાં કાઢીને ફટકાર્યા, વીડિયો વાયરલ થયા બાદ છ લોકોની ધરપકડ

News18 Gujarati
Updated: February 20, 2020, 10:53 AM IST
ચોરીના આરોપમાં બે દલિતને કપડાં કાઢીને ફટકાર્યા, વીડિયો વાયરલ થયા બાદ છ લોકોની ધરપકડ
બંને પક્ષોએ સામસામે ફરિયાદ આપી.

રાજસ્થાનના નગૌર જિલ્લાનો બનાવ. પોલીસે બંને પક્ષ તરફથી ફરિયાદ દાખલ કરી. પીડિતો સામે ચોરીનો કેસ નોંધવામાં આવ્યો.

  • Share this:
જયપુર : રાજસ્થાનના નાગૌર જિલ્લામાં બે દલિત પર ટુ-વ્હીલર એજન્સીમાંથી 500 રૂપિયાનો ચોરીની આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદમાં શોરૂમના સ્ટાફે બંનેને પકડીને નિર્વસ્ત્ર કર્યાં હતા અને માર માર્યો હતો. આ મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી.

આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ મામલે ધ્યાનમાં આવ્યો હતો. જેમાં અમુક લોકો ટૂલ્સ સાથે એક પીડિતને ફટકારી રહ્યા હતા અને તેના પર જુલમ ગુજારી રહ્યા હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નગ્ન અવસ્થામાં પડ્યો છે જ્યારે અમુક લોકો તેના પ્રતાડિત કરી રહ્યા છે. એટલું જ નહીં આ લોકોએ તેના ગુપ્તાંગો પર પેટ્રોલ પણ છાંટ્યું હતું.

પોલીસના કહેવા પ્રમાણે બંને યુવકોને પરેશાન કરનારા તમામ છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. આ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરાવી છે. પીડિતો વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પંચોડી પોલીસ સ્ટેશનના હાઉસ ઓફિસર રજપાલ સિંઘે બુધવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "બંને પીડિતો રવિવારે શોરૂમમાંથી પૈસાની ચોરી કરતા ઝડપાયા હતા. જે બાદમાં શોરૂમના સ્ટાફે બંનેને ફટકાર્યા હતા. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદમાં પીડિતોએ બુધવારે ફરિયાદ દાખલ કરાવી હતી."

પોલીસના કહેવા પ્રમાણે શોરૂમને સ્ટાફે પણ બંને યુવક સામે ચોરીની ફરિયાદ આપી છે.
First published: February 20, 2020, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading