બકરી ચરાવી રહેલા દલિત યુવકના મોઢામાં કાપડનો ડુચો નાખી દબંગોએ લોખંડની પાઇપથી કરી પિટાઇ

બકરી ચરાવવાને લઈને દલિત યુવકની દબંગોએ લોખંડની પાઇપથી પિટાઇ કરી

Rajasthan news- હુમલાનો આરોપ સ્થાનીય દબંગ યુવકો પર લાગ્યો છે

 • Share this:
  જેસલમેર : રાજસ્થાનના (Rajasthan) જેસલમેર (Jaisalmer)જિલ્લામાં દલિત યુવકની (Dalit)લોખંડની પાઇપથી પિટાઇ કરવામાં આવી હતી. જિલ્લાના સાંગડ સ્ટેશન ક્ષેત્રના મેઘા ગામની આ ઘટના સામે પોલીસે (Police)કેસ નોંધ્યો છે. જોકે આરોપીઓની ધરપકડ હજુ સુધી થઇ નથી. ફરિયાદ પ્રમાણે દલિત યુવક દિનેશ કુમારનું અપહરણ (Kidnapping) કરીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાનો આરોપ સ્થાનીય દબંગ યુવકો પર લાગ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે બકરી ચરાવવાને લઈને દલિત યુવકની દબંગોએ લોખંડની પાઇપથી પિટાઇ કરી હતી. દિનેશને સારવાર માટે જેસલમેરની જવાહર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

  પીડિત દિનેશ કુમાર મેઘવાલની લેખિત ફરિયાદ પર પોલીસે કેસ નોંધ્યો છે. દિનેશે પોલીસને જણાવ્યું કે ગત બુધવારે સવારે લગભગ 11 કલાકે તે પોતાના ગામ મેઘા પાસે બકરીયો ચરાવી રહ્યો હતો. આ દરમિયાન ગામના જ બે યુવકો વિક્રમસિંહ અને મહેન્દ્રસિંહ ગાડીમાં આવ્યા અને મને બકરીઓ ચરાવવાની ના પાડી હતી. હું કાઇ કહું તે પહેલા તેમણે મારા મોઢા પર કાપડનો ડુચો નાખી દીધો હતો. આ પછી મને તેમની ગાડીમાં થોડા દૂર લઇ ગયા હતા.

  આ પણ વાંચો - જીવિત નીલગાયને ગળી ગયો 25 ફૂટનો લાંબો અજગર, જુઓ રુંવાંટા ઉભા થાય તેવો Video

  ગામના યુવકે બચાવ્યો જીવ

  દિનેશે પોલીસને જણાવ્યું કે મને લોઢાના કોઇ હથિયારથી વિક્રમ અને મહેન્દ્રસિંહે ઘણો માર માર્યો હતો. મેં જોરથી રાડ પાડી તો પાસે રહેલા ગામનો એક યુવક સુરેશ ત્યાં આવી પહોંચ્યો હતો. તેના આવ્યા પછી બે યુવકોએ મને છોડી દીધો હતો. જો સુરેશે સ્થળ પર આવીને મને બચાવ્યો ન હતો તો મને જાનથી મારી નાખ્યો હોત. હું મારના કારણે બેભાન થઇ ગયો હતો. સુરેશે મારા પરિવારજનોને બોલાવ્યા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અમે સાંગડ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

  આ પણ વાંચો - કરૂણ ઘટના! IIT વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, મરતા પહેલા ચિઠ્ઠીમાં વ્યક્ત કરી પોતાની દર્દભરી કહાની

  રાલોપાના સંયોજક અને સાંસદ હનુમાન બેનીવાલે ગુરુવારે ટ્વિટ કરીને જેસલમેર પોલીસને આ મામલામાં સંજ્ઞાન લઇને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ સિવાય ભીમ આર્મીના જેસલમેર જિલાધ્યક્ષ હરીશ ઇણખિયાએ પણ દિનેશની જવાહર હોસ્પિટલમાં મુલાકાત કરી હતી.
  Published by:Ashish Goyal
  First published: