Home /News /national-international /

ભીમા કોરેગાંવ હિંસાઃ મુખ્ય સાક્ષી દલિત યુવતીની મળી લાશ

ભીમા કોરેગાંવ હિંસાઃ મુખ્ય સાક્ષી દલિત યુવતીની મળી લાશ

પૂણે જિલ્લાના ભીમા કોરેગાંવ આ વર્ષે થયેલી હિંસની સાક્ષી રહેલી 19 વર્ષીય દલિત યુવતીની લાશ એક કૂવામાંથી મળી હતી.

પૂણે જિલ્લાના ભીમા કોરેગાંવ આ વર્ષે થયેલી હિંસની સાક્ષી રહેલી 19 વર્ષીય દલિત યુવતીની લાશ એક કૂવામાંથી મળી હતી.

પૂણે જિલ્લાના ભીમા કોરેગાંવ આ વર્ષે થયેલી હિંસની સાક્ષી રહેલી 19 વર્ષીય દલિત યુવતીની લાશ એક કૂવામાંથી મળી હતી. હિંસા દરમિયાન પૂજા સાકતનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું. જોકે, તેના પરિવારનો આરોપ છે કે તેણે આત્મહત્યા કરી હતી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દલિત સમુદાયથી આવનારી પૂજાની લાશ રવિવારે સવારે ભીમા કોરેગાંવમાં તેના ઘર પાસે એક કૂવામાંથી મળી હતી. ઘટનાના એક દિવસ પહેલા જ પૂજાના પરિવારે તેની ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી.

પૂજાના પરિવારનો આરોપ છે કે આગ લાગવાની ઘટના પછી તેણે પોલીસને આપેલા નિવેદનમાં કેટલાક લોકોના નામ આપ્યા હતા. તે લોકો યુવતીને ધમકી આપતા હતા કે, પોતાનું નિવેદન પાછું લેવા માટે તેના ઉપર દબાણ કરી રહ્યા હતા.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભારતીય દંડ સંહિતા અને અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી કાયદા હેઠળ કેસ દાખલ કર્યો હતો. પરંતુ હજી સુધી કોઇની ધરપકડ થઇ નથી. આ ઉપરાંત આરોપીઓના નામ અંગે ખુલાસો પણ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, યુવતીની લાશ ઉપર ઇજાના કોઇ નિશાન નથી મળ્યા. જ્યારે આત્મહત્યા સંબંધમાં કોઇ ચિઠ્ઠી પણ મળી નથી. આ કેસમાં આગળની તપાસ ચાલુ છે.
First published:

Tags: Bhima koregaon violence

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन