મિટિંગમાં બધાને બેસવા માટે મળી ખુરશી, દલિત મહિલાને નીસે બેસાડી

મિટિંગમાં બધાને બેસવા માટે મળી ખુરશી, દલિત મહિલાને નીસે બેસાડી

આ બેઠકનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે પંયાયત અધ્યક્ષ સામે SC/ST અંતર્ગત કેસ નોંધ્યો

  • Share this:
    કુડ્ડુલોર : તામિલનાડુના (Tamil Nadu) કુડ્ડુલોરમાં પંચાયત અધ્યક્ષની બેઠક થઈ રહી હતી. આ બેઠકમાં સામેલ થવા માટે આવેલા લોકો માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે અહીં એક મહિલાને એટલા માટે ખુરશી આપવામાં આવી ન હતી કારણ કે તે દલિત (Dalit Women) હતી. સોશિયલ મીડિયા (Social Media)પર આ બેઠકનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે પંયાયત અધ્યક્ષ સામે SC/ST અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

    કુડ્ડલોરમાં પંચાયત અધ્યક્ષની બેઠકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે બેઠકમાં સામેલ થવા માટે આવેલા બધા લોકોને ખુરશી આપવામાં આવી છે પણ પછાત જાતિની મહિલાને પંચાયત અધ્યક્ષે નીચે જમીન પર બેસવા કહ્યું હતું. જ્યારે અહીં ઘણી ખુરશીઓ ખાલી હતી.

    આ પણ વાંચો - એક એવું શહેર, જ્યાં જઈને ‘કિસ’ કરો તો 15 વર્ષો માટે ચમકી જાય છે નસીબ!

    આ વીડિયો વાયરલ થયા પછી સીપીએમે પંચાયત અધ્યક્ષ સામે ફરિયાદ નોંધાવી છે. સીપીએમની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે એસસી-એસટી એક્ટના મામલામાં અગ્રિમ જામીનની જોગવાઈ નથી.
    Published by:Ashish Goyal
    First published: