Karnataka News: પોલીસના જણાવ્યા પ્રમાણે હુબલી પહોંચ્યા પછી 9 સપ્ટેમ્બરે ગંગાધરે આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. હાલ સ્થાનિક પોલીસ આ અંગે તપાસ કરી રહી છે અને ફરિયાદમાં કરવામાં આવેલા દાવાઓને લઈને તપાસ કરી રહી છે.
હુબલીઃ કર્ણાટકના હુબલીમાં એક દલિત વ્યક્તિનું કથિત રીતે જબરદસ્તી ધર્માંતરણ કરવવાનો કિસ્સો સામે આવ્યો છે. તેને ઇસ્લામ કબૂલ કરવા મજબૂર કરવામાં આવ્યો હતો. આ સાથે જ કથિત રીતે તેની સૂન્નત કરવામાં આવી હતી અને તેની મરજી વિરુદ્ધ બીફ પણ ખવડાવવામાં આવ્યું હતું. તેવો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ દલિત વ્યક્તિ પર ત્રણ હિંદુઓના ધર્મપરિવર્તનને લઈને પણ દબાણ કરવામાં આવ્યું હતું.
12 લોકો સામે ફરિયાદ નોંધાવી
આ અંગે પોલીસે ગંગાધરની ફરિયાદ આધારે જણાવ્યુ હતુ કે, તેણે 12 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધીમાં એકપણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. પ્રદેશના માંડ્યાના રહેવાસી ગંગાધરે ફરિયાદમાં જણાવ્યુ છે કે તેનું નામ બદલીને મોબમ્મદ સલમાન કરી દેવાયું હતું. તે મેમાં માંડ્યાના મડ્ડૂર તાલુકાના કોપ્પામાં રહેતા અત્તાવર રહમાનના સંપર્કમાં આવ્યો હતો.
પોલિસે ફરિયાદને આધારે જણાવ્યુ હતુ કે, રહમાન તેને બેંગ્લોરમાં કથિત રીતે બનેલી શંકરી મસ્જિદ લઈ ગયો હતો અને ત્યાં અજીજ સાબ નામનો એક અન્ય આરોપી તેને ઇસ્લામ ભણાવવા લાગ્યો હતો. પોલીસે જણાવ્યુ કે, તેને બેંગ્લોરની ઘણી મસ્જિદમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સૂન્નત કરવામાં આવી હતી અને તેને બીફ ખાવા માટે મજબૂર કર્યો હતો. ફરિયાદ અનુસાર જ્યારે ગંગાધરે બીફ ખાવાનો ઇનકાર કર્યો તો તેને માર મારવામાં આવ્યો હતો.
આસપાસની મસ્જિદમાં પણ આરોપીઓ લઈ ગયા
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી તેને તિરુપતિ અને તેની આસપાસની ઘણી મસ્જિદોમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીઓએ તેને કુરાન શીખવ્યું હતું અને ઇસ્લામિક રીતે નમાઝ પઢવાની રીત પણ બતાવી હતી. પોલીસનું કહેવું છે કે, આરોપીઓએ તેને ઓછામાં ઓછા ત્રણ હિંદુઓને મુસલમાન બનાવવાનું લક્ષ્ય આપ્યું હતું. આરોપીઓએ તેને પિસ્તોલ આપી હતી અને ફોટો પાડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર