બેતુલ : મધ્ય પ્રદેશના (madhya pradesh)બેતુલમાં (betul)દલિત (dalit)યુવક સાથે લગ્ન કરવા પર પિતાએ પુત્રીને નર્મદામાં (narmada)સ્નાન કરાવીને શુદ્ધિકરણ કરાવ્યું છે. તેના વાળ પણ કાપ્યા હતા. એટલું જ નહીં હવે પિતા અને આખો પરિવાર યુવતીને ઓનર કિલિંગનો (Honor Killing)ડર પણ દેખાડી રહ્યા છે. યુવતીએ પતિ સાથે જઈને પોલીસ પાસે સુરક્ષા માંગી છે. યુવતીએ મહિલા સેલના પ્રભારી DSP પલ્લવી ગૌરને મળવાનો પ્રયત્ન કર્યો છે.
પોલીસે જણાવ્યું કે યુવતીની ઉંમર 24 અને પતિની ઉંમર 27 વર્ષ છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે તેને બેતુલના ટિકારીમાં રહેતા દલિત યુવક સાથે થોડાક દિવસો પહેલા પ્રેમ થયો હતો. આ પછી માર્ચ મહિનામાં બંનેએ આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. લગ્ન થયા પછી પરિવારે પોલીસે પર દબાવ બનાવ્યો અને યુવતીને સાસરિયામાં પાછી બોલાવી લીધી હતી. ઘર આવ્યા પછી પિતાએ દીકરીને અભ્યાસ માટે રાજગઢ મોકલી દીધી હતી. તે રાજગઢમાં હોસ્ટેલમાં રહેવા લાગી હતી. 28 ઓક્ટોબરે તે હોસ્ટેલમાંથી ભાગીને પતિ પાસે બેતુલ પહોંચી ગઈ હતી.
યુવતીએ જણાવ્યું કે 18 ઓગસ્ટે પિતા તેને લઇને નર્મદા નદી પર ગયા હતા. ત્યાં પહેલાથી કેટલાક લોકો હાજર હતા. પિતાએ ત્યાં જ અર્ધનગ્ન હાલતમાં તેનું શુદ્ધિકરણ કરાવ્યું હતું. નદીમાં ડૂબકી લગાવડાવી હતી. વાળ કપાવ્યા હતા અને શરીર પર પહેરેલા કપડા ફેંકાવી દીધા હતા. યુવતીનું કહેવું છે કે ઘરવાળા હવે તેના પતિને તલાક આપીને કોઇ સજાતીય યુવક સાથે લગ્ન કરાવવાનું દબાણ કરી રહ્યા છે.
યુવતીએ આ મામલે પોલીસ ઉપર પણ તેના પિતા સાથે ભળી જવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે તેના પતિએ તેની ઓનર કિલિંગ કરાવવાની આશંકા વ્યક્ત કરી છે.
યુવતીએ જણાવ્યું કે પરિવારજનો લગ્ન પછી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેના પિતાએ 10 જાન્યુઆરીએ તેના ગુમ થવાનો રિપોર્ટ પોલીસમાં નોંધાવ્યો હતો. આ રિપોર્ટ પર ત્રણ પોલીસકર્મી તેને બળજબરીથી સાસરિયામાંથી ચોપના સ્ટેશન લઇ આવ્યા હતા. ત્યાં તેમણે કોરા કાગળ પર હસ્તાક્ષર કરીને પિયર મોકલી દીધી હતી. યુવતીએ આ મામલાને લઇને એસપી, થાના પ્રભારી કોતવાલી બેતૂલના પરિવારજનો સામે એક લેખિત અરજી આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર