ચેન્નઇ : તમિલનાડુ (Tamil Nadu)ના કોયંબટૂર (Coimbatore)થી દેશને શરમજનક સ્થિતિમાં મુકે તેવી ઘટના સામે આવી છે. અહીં એક દલિત સરકારી કર્મચારીને સવર્ણ વ્યક્તિના (Dalit Government Employees)પગમાં પડીને માફી માંગવાનો વીડિયો વાયરલ (Video Viral)થયા પછી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જાતિના આધારે કથિત ભેદભાવનો આ મામલો શુક્રવારે 6 ઓગસ્ટનો છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ ખુરશી પર બેસેલો છે અને બીજો વ્યક્તિ તેના પગ પકડીને રડી રહ્યો છે. થોડા સમય પછી પાસે ઉભેલો વ્યક્તિ તેને ઉભો કરે છે. જોકે બંને હાથ જોડીને ફરી એક વખત ખુરશી પર બેસેલા વ્યક્તિના પગમાં પડે છે. વીડિયોમાં જે પણ વાત થઇ રહી છે તે તમિલ ભાષામાં છે. પગમાં પડેલો વ્યક્તિ વીડિયોમાં રડતો જોવા મળે છે અને પોતાનું માથું પિટી રહ્યો છે.
ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયો કોયંબટૂરના અન્નૂર તાલુકાના ઓટ્ટયારપાલાયમ ગામનો છે. તમને જણાવી દઈએ કે 6 ઓગસ્ટે ગામનો રહેવાસી ગોપાલસામી જમીનના કાગળના વેરિફિકેશન માટે ગ્રામ પ્રશાસન ઓફિસ પહોંચ્યો હતો. આ દરમિયાન ગોપાલસામીની અધિકારી કલઇ સેલ્વી અને આસિસ્ટન્ટ ઓફિસર મુથુસામી સાથે રકઝક થાય છે. ગોપાલસામીને જ્યારે જમીનના બધા કાગળ બતાવવામાં કહેવામાં આવે છે તો તેની પાસે પૂરા કાગળ હોતા નથી. તે મુદ્દે ગોપાલસામી અધિકારીઓ સાથે ચર્ચા કરવા લાગે છે.
A man from a non-dalit community allegedly forced a Dalit staff member of a village administrative office near Annur in Coimbatore district to prostrate in front of him after allegedly threatening the staff member. @CollectorCbepic.twitter.com/5XKseggak7
તે સમયે મુથુસામી કહે છે કે તે મહિલા અધિકારી સાથે આ રીતે વાત ના કરે. વીડિયોમાં જોવા મળે છે કે હંગામો વધતા ગોપાલસામી મુથુસામી સામે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરે છે. મામલો વધારે ઉગ્ર બનતા મુથુસામી ડરી જાય છે અને ગોપાલસામીના પગમાં પડી જાય છે. વીડિયોમાં જોવા મળે છે કે ગોપાલસામી જ મુથુસામીને ઉઠાવે છે અને કહે છે કે કોઈ વાત નહીં ઉભા થઇ જાવ. તેમાં મારી પણ ભૂલ છે. જોકે મુથુસામી તેની વાત સાંળભતો નથી. અધિકારી કલઇ સેલ્વી પણ મુથુસામીને ઉભા થવા માટે કહે છે. આ આખી ઘટનાને કોઈએ મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ઘટનાની જાણકારી મળતા કોયંબટૂરના કલેક્ટર જીએસ સમીરને તપાસના આદેશ આપ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર