દલાઈ લામા વિશ્વમાં સૌથી ટોચના શાંતિદૂત પૈકીના એક છે. તેમને શાંતિના નોબલ પ્રાઈઝથી સન્માનિત કરાયા છે. તેઓ 14મા દલાઈ લામા છે. તેમનું મૂળ નામ તેંઝીન ગ્યાતસો છે. તેઓ આધ્યાત્મિકતા, રાજકારણ અને વિશ્વના પીડિત લોકોના વિષયને આવરી લેનાર મહત્વપૂર્ણ વ્યક્તિ છે. અગાઉ તેમના પુરોગામીઓ પાસે ઇન્ફર્મેશન યુગનો લાભ નહોતો પણ દલાઈ લામાને આ ઇન્ફર્મેશન યુગનો લાભ મળ્યો છે. જેનો ઉપયોગ તેઓ શાંતિ સંદેશ આપવા માટે કરે છે. તેમણે અનેક પુસ્તકો લખવા ઉપરાંત વિશ્વભરમાં બહોળી સંખ્યામાં લોકો સમક્ષ વિશ્વ શાંતિનો સંદેશો આપવા પ્રવાસો ખેડયા છે.
દલાઈ લામાના અહિંસાના સંદેશને સાંભળવા માટે હજારો લોકો એકઠા થાય છે. મેક્લોડ ગંજમાં આવેલા તેમના ઘરે દલાઈ લામાને જોઈ શકાય છે. તિબેટીયન બુદ્ધ ધર્મના આધ્યાત્મિક પ્રમુખ દલાઈ લામા વિશ્વભરમાં લાખો લોકોના નાયક છે.
આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના અંગે ઓછા જાણીતા ફેક્ટ અહીં રજૂ કરવામાં આવ્યા છે.
1. હાલના દલાઇ લામા તેમના બધા પૂરોગામીમાં સૌથી લાંબુ શાસન કરનાર અને સૌથી લાંબુ જીવન જીવનાર છે. તેમણે અનેક પ્રસંગે કહ્યું છે કે, જ્યાં સુધી કોઈ બદલાવ નહીં આવે, ત્યાં સુધી આ તેમના છેલ્લા વાક્ય હોય શકે છે. 2011માં તેમણે ભાર દઈને કહ્યું હતું કે, તેઓ 90 વર્ષની ઉંમરે નિવૃત થઈ શકે છે.
2. 14મા દલાઈ લામાનો પરિવાર તિબેટીયન ભાષા બોલતો નથી. તેઓ ચીનના પશ્ચિમી પ્રાંતની ચાઈનીઝ બોલીનું મોડિફાઇડ વર્ઝન બોલે છે.
3. વર્ષ 1989માં 14મા દલાઈ લામાને શાંતિના નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરાયા હતા. 2007માં તેમણે અમેરિકાની કોંગ્રેસ દ્વારા અપાતું ટોચનું સિવિલીયન સન્માન મળ્યું હતું. જેને કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ તરીકે ઓળખાય છે. 14મા દલાઈ લામા પરમાણુ શસ્ત્રોનો સખત વિરોધ કરે છે અને ન્યુક્લિયર એજ પપીસ ફાઉન્ડેશનમાં સલાહકાર તરીકે સેવા આપે છે.
4. દલાઈ લામા નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ ધરાવતા આવ્યા છે. જો તેઓને મોંક તરીકે ઉછેરવામાં આવ્યા ન હોત તો તેઓ એન્જિનિયર હોત તેવું દલાઈ લામા કહી ચુક્યા છે. તેઓને યુવાની કાળમાં ઘડિયાળ રીપેરીંગ કરવાનું ગમતું હતું. તેઓ નવરાશની પળમાં કાર પણ રીપેરીંગ કરતા હતા.
5. 2009માં ટેનેસીમાં બોલતી વખતે દલાઈ લામાએ કહ્યું કે, તેઓ મહિલાઓના હક માટે લડે છે અને પોતાને નારીવાદી માને છે. બૌદ્ધ ધર્મની માન્યતા અનુસાર માતા અથવા બાળક માટે જોખમ ન હોય તો ગર્ભપાત ખોટું છે. એ જ ભાષણમાં તેમણે કહ્યું કે, નૈતિકતાના વિચારોની બાબતને કેસ દીઠ વિચારમાં લેવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર