Home /News /national-international /Transwoman: પહેલા પુરુષ તરીકે કરતી હતી નોકરી, હવે તમિલનાડુની પ્રથમ ટ્રાન્સવુમન પંચાયત સચિવ બની દક્ષિણાયની, જાણો અનોખો કિસ્સો

Transwoman: પહેલા પુરુષ તરીકે કરતી હતી નોકરી, હવે તમિલનાડુની પ્રથમ ટ્રાન્સવુમન પંચાયત સચિવ બની દક્ષિણાયની, જાણો અનોખો કિસ્સો

30 વર્ષીય દક્ષિણાયનીને તિરુવલ્લુર જિલ્લામાં કોડિવેલી પંચાયતના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવી (તસવીર - ટ્વિટર)

Transwoman Dakshayani - દક્ષિણાયનીએ કહ્યું - આ સમગ્ર સમુદાય માટે ગર્વની ક્ષણ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આનાથી અન્ય ટ્રાન્સવુમન અને ટ્રાન્સમેન માટે પણ નોકરીની ઘણી તકો ખુલશે

ચેન્નઇ : આત્મવિશ્વાસથી ભરેલા દરેક વ્યક્તિ પાસે ખુલીને જીવવાની એક તક જરૂર હોય છે. જે પોતાના ધ્યેય પ્રત્યે સમર્પિત હોય છે, તેને જીવનમાં ફરીથી ઉભા થવાની તક ચોક્કસપણે મળે છે. તમિલનાડુની (Tamil Nadu)પ્રથમ ટ્રાન્સવુમન (Transwoman)પંચાયત સચિવ (Panchayat Secretary)દક્ષિણાયની (Dakshayani) ની સફળતાની ગાથા પણ આવી જ છે. તાજેતરમાં જ 30 વર્ષીય દક્ષિણાયનીને તિરુવલ્લુર જિલ્લામાં કોડિવેલી પંચાયતના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

ઘરેથી ભાગી જવાનો નિર્ણય

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, 2010 થી 2015 સુધી ડિપ્લોમા ધારક દક્ષિણાયનીએ પૂનમલ્લી પંચાયત સંઘમાં અન્નમપેડુ પંચાયતના સચિવ તરીકે કામ કર્યું હતું. તે કહે છે, “મને મારી કિશોરાવસ્થામાં શારીરિક ફેરફારોની ખબર હતી, પણ હું તેને વ્યક્ત કરી શકતી ન હતી. હું આખું અઠવાડીયું છોકરાની જેમ જીવતી અને વીકએન્ડમાં હું સાડી પહેરીને મારી મરજી પ્રમાણે જીવન જીવતી હતી. ધીમે ધીમે આ બધુ અસહ્યનીય રીતે ખૂબ જ વધી રહ્યું હતું અને પછી મેં ઘરેથી ભાગીને ટ્રાન્સવુમન બનવાનું નક્કી કર્યું હતું.

2016 માં થયું સેક્સ ચેન્જ ઓપરેશન

ઘરેથી ભાગી છૂટ્યા પછી તે 2015 થી 2020 સુધી મુંબઈ અને નેપાળ જેવા સ્થળોએ રહીને ચેન્નઈ પાછી આવી હતી. દક્ષિણાયની કહે છે, મેં ક્યારેય સેક્સ વર્કર તરીકે કામ કરવાનું વિચાર્યું નથી. મેં મંદિરના પૂજારી તરીકે કામ કર્યું અને અન્ય ઘણી વસ્તુઓ પણ કરી હતી. મારા ટ્રાન્સજેન્ડર સમુદાયે મને ઘણો સપોર્ટ કર્યો છે. આ બધાએ મને 2016માં કિલપૌક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ચેન્નઈમાં લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો - Agriculture: હવે ખેડૂતોની આંગળીઓના ટેરવે હશે તમામ જાણકારી, સુપર એપ લાવવાની તૈયારીમાં છે સરકાર

ઘર વાપસી

દક્ષિણાયની આગળ કહે છે, 'વર્ષ 2020 માં તેના એક પારિવારિક મિત્રએ તેને જોયો અને તેણે મને ઘરે પાછા ફરવાનું કહ્યું હતું. મને આશા ન હતી કે લોકો મને સ્વીકારશે. મને ખબર પડી કે મારા પિતાનું અવસાન થયું છે. મારો નાનો ભાઈ એસી મિકેનિક બન્યો છે. મારી માતાએ મને સાથ આપ્યો અને મને આ નોકરી માટે ફરીથી અરજી કરવા પ્રેરણા આપી હતી.

ફરીથી મળી નોકરી

દક્ષિણાયનીએ સરકારને પત્ર લખીને લાંબા સમયથી રહેલી તેની ગેરહાજરીને નિયમિત કરવાની માંગ કરી હતી. તે ઘણા સરકારી અધિકારીઓને મળ્યા અને તેમની સાથે આજીજી કરી હતી. અનુકંપાનાં આધારે તેને 24 માર્ચ, 2022 ના રોજ કોડિવેલી ખાતે પંચાયત સચિવ તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. દક્ષિણાયનીએ કહ્યું કે, આ સમગ્ર સમુદાય માટે ગર્વની ક્ષણ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આનાથી અન્ય ટ્રાન્સવુમન અને ટ્રાન્સમેન માટે પણ નોકરીની ઘણી તકો ખુલશે.

જીલ્લા કલેક્ટરનો નિર્ણય

તિરુવલ્લુર જિલ્લા કલેક્ટર આલ્બી જ્હોને કહ્યું કે, જ્યારે તેમને અરજી મળી ત્યારે તેમણે તેમની ટીમ સાથે ચર્ચા કરી હતી. વિગતવાર વિચાર-વિમર્શ પછી, તેઓએ તેને અનુકંપાના આધારે અને સંવેદનશીલ અભિગમ અપનાવીને નોકરી પાછી આપવાનું નક્કી કર્યું હતું. જિલ્લા કલેક્ટરે કહ્યું, આ યોગ્ય દિશામાં લેવાયેલો નિર્ણય છે. તેમની ગેરહાજરીનો લાંબો સમય જાતીય પરિવર્તન સાથે સંકળાયેલા શારીરિક અને માનસિક પડકારોને કારણે હતો. અમે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો અને મને આશા છે કે આ નાનું પગલું આ સમાજ માટે સકારાત્મક સાબિત થશે.
First published:

Tags: Tamil Nadu, તામિલનાડુ