Daily Covid Cases in India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1890 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા લગભગ પાંચ મહિનામાં સૌથી વધુ છે. દેશમાં કોરોનાથી વધુ સાત મૃત્યુ સહિત કુલ મૃત્યુઆંક વધીને 5,30,831 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બે-બે દર્દીના મોત થયા છે. જ્યારે કેરળમાં ડેટા તપાસ્યા બાદ ત્રણ લોકોના મોતની જાણ થઈ છે. આજે 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને કોરોનાથી સાવચેત રહેવા કહ્યું છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના 1890 નવા કેસ નોંધાયા છે. આ આંકડો છેલ્લા 149 દિવસમાં સૌથી વધુ છે. ત્યારે કોવિડ -19ના સક્રિય કેસોની સંખ્યા વધીને 9433 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના 2208 કેસ નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે, સાત વધુ કોરોના સંક્રમિત દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 5,30,831 થઈ ગયો છે. છેલ્લા 24 કલાક મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 2-2 દર્દીના મોત થયા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું હતુ કે, કેરળમાં અગાઉના રેકોર્ડ સાથે મેળ ખાતા ત્રણ દર્દીઓના મોત થયા છે. તાજેતરના ડેટા અનુસાર, દેશમાં કોરોનાનો દૈનિક સંક્રમણ દર 1.56 ટકા નોંધાયો હતો. જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 1.29 ટકા છે. નવા ડેટા અનુસાર, કોવિડ-19ના કુલ કેસ વધીને 4.47 કરોડ (4,47,04,147) થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.02 ટકા છે, જ્યારે ચેપમાંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.79 ટકા છે. આજે 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને કોરોનાથી સાવચેત રહેવા કહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 4,41,63,883 લોકો સંક્રમણથી સાજા થયા છે. જ્યારે દેશમાં કોરાનાનો મૃત્યુ દર 1.19 ટકા છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ વિરોધી રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના વધતા કેસ પાછળ આરોગ્ય નિષ્ણાતો નવો સબ વેરિઅન્ટ XBB 1.16(XBB 1.16) જવાબદાર હોવાનું ગણાવી રહ્યા છે. હાલમાં દેશમાં કોરોના સંક્રમણના મોટાભાગના કેસોમાં આ તમામ પ્રકારો જોવા મળી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર