Home /News /national-international /Video: મુંબઈમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, યુવક પટકાયો જમીન પર

Video: મુંબઈમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, યુવક પટકાયો જમીન પર

મુંબઇમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી

Dahi Handi festival: મુંબઇમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.

    મુંબઇ: મુંબઇમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. દહીં હાંડી બાંધતી વખતે એક યુવકે સંતુલન ગુમાવ્યું હતું અને જમીન પર પટકાયો હતો. આ યુવક સીધો રોડ પર જ પછડાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેને થાણેમાં આવેલી એક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

    મહારાષ્ટ્રના થાણેના સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, અહીં જન્માષ્ટમી પર દહીં-હાંડી બાંધવામાં આવી રહી હતી. તે દરમિયાન સંતોષ શિંદે નામનો યુવક દહીં હાંડી બાંધી રહ્યો હતો, ત્યારે સીડી પર સંતુલન ગુમાવતાં તે સીધો જ નીચે રસ્તા પર પટકાયો હતો. જેના લીધે યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. હાલ થાણેમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સંતોષની સારવાર ચાલી રહી છે.


    આ પણ વાંચો: પૂરમાં ના ટકી શક્યો અંગ્રેજના જમાનાનો પૂલ, આમ થયો કડડભૂસ

    નોંધનીય છે કે, શુક્રવારે જન્માષ્ટમી નિમિતે મુંબઇમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન લગભગ 153 લોકોને ઇજા પહોંચી હતી, જ્યારે થાણેના 64 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઇમાં મોટાભાગે ઘાયલોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જ્યારે બીજા 23 લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે, થાણેમાં 64 ઇજાગ્રસ્તોમાંથી 12ની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે, પરંતુ તેઓ જોખમ બહાર છે.

    ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લીધે બે વર્ષ બાદ દહીં હાંડી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને આ તહેવાર મુંબઇ, થાણે અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ધૂમધામથી ઉજવાય છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: CCTV footage, National news, Viral news

    विज्ञापन
    विज्ञापन