Home /News /national-international /

હૃદયદ્રાવક ઘટના! 'પપ્પા ઉઠો તમે મને છોડીને ન જઈ શકો', પુત્રીના લગ્ન પહેલા પોલીસ પિતાનું મોત

હૃદયદ્રાવક ઘટના! 'પપ્પા ઉઠો તમે મને છોડીને ન જઈ શકો', પુત્રીના લગ્ન પહેલા પોલીસ પિતાનું મોત

પિતાની તસવીર

મૃતકના પરિવારને અધિકારની અનેક વખત ફોન કર્યા પરંતુ ફોનનો કોઈ જવાબ ન મળ્યો. ત્યારબાદ ગનમેનને ફોન કરીને જાણકારી લીધી હતી. જ્યારે ગનમેન સ્થળ ઉપર પહોંચ્યો તો પ્રભારી બિસ્તર ઉપર મૃત હાલતમાં પડ્યા હતા.

    પાનીપતઃ દરેક પતિના સપનું હોય કે પોતાની હયાતીમાં જ પોતાની પુત્રીના લગ્ન ધામધૂમથી કરે. પરંતુ હરિયાણામાં (Haryana) દિલને ઝકઝોર કરનારી કહાની સામે આવી છે. જ્યાં એક પોલીસ અધિકારી (police officer died) પિતાનું પુત્રીના એક મહિના પહેલા જ મોત નીપજ્યું હતું. જે હાથોથી તેઓ પુત્રીનું કન્યાદાન કરનારા હતા. હવે લાડલી પુત્રી પિતાના ફોટોને હાથમાં લઈને રડી રહી છે.

    આ ઘટના રવિવારે સવારે પાનીપતમાં ઘટની હતી. જ્યાં કિલા પોલીસ સ્ટેશનના પ્રભારી દલવીર સિંહનો અચાનક શ્વાસ રોકાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું. પોલીસ અધિકારીનું મોત હૃદયરોગના હુમલાના કારણે થયું હતું. મૃતકના પરિવારને અધિકારની અનેક વખત ફોન કર્યા પરંતુ ફોનનો કોઈ જવાબ ન મળ્યો. ત્યારબાદ ગનમેનને ફોન કરીને જાણકારી લીધી હતી. જ્યારે ગનમેન સ્થળ ઉપર પહોંચ્યો તો પ્રભારી બિસ્તર ઉપર મૃત હાલતમાં પડ્યા હતા.

    પુત્રીના લગ્નમાં લાગ્યો હતો પિતા
    ઉલ્લેખનયી છે કે આગામી મહિને SHO દલવીર સિંહની પુત્રીના લગ્ન લેવાના હતા. જેની તેઓ તૈયારીમાં લાગી ગયા હતા. લગ્નનું અડધાથી વધારે કામ પુરુ કરી દીધું હતું. માત્ર કાર્ડ જ રહી ગયા હતા. પરિવારે જણાવ્યું કે તેઓ પુત્રીના કન્યાદાન માટે ખુબ જ ઉત્સુક હતા. તેઓ આ અંગે ચર્ચા કરતા હતા. પરંતુ આ પહેલા જ તેઓ દુનિયા છોડીને ગયા હતા.

    આ પણ વાંચોઃ-

    પપ્પા ઉઠો તમે ના જઈ શકો કહીને પુત્રીના રડી રડીને હાલબેહાલ
    પરિવારજનોએ જાણવા મળ્યું ત્યારે તેઓ પાનીપત આવી ગયા હતા. પોતાના પિતાને મૃત જોઈને સૌથી વધારે પુત્ર દુઃખી થઈ હતી. તે એવું કહેતા રડી રહી હતી કે પપ્પા ઉઠો તમે છોડીને ન જઈ શકો. તમે કયા કયા સપના જોયા હતા. બધા સપના ચકનાચૂર થઈ ગયા.





    ઉલ્લેખનીય છે કે થાના પ્રભારી દલવીર સિંહ મૂળ રુપથી રોહતક જિલ્લાના મોખરા ગામના રહેવાશી હતા. સોનીપતના છોટૂરામ ચોકમાં તેમણે પોતાનું ઘર બનાવ્યું હતું. જ્યાં તેમનો પરિવાર રહેતો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: હરિયાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन