Home /News /national-international /દાદા સાહેબે બનાવી હતી 95 ફિલ્મો, પહેલી વખત મહિલાઓને આપ્યું હતું કામ

દાદા સાહેબે બનાવી હતી 95 ફિલ્મો, પહેલી વખત મહિલાઓને આપ્યું હતું કામ

ઘણા ઓછા લોકો જાણે છે કે દાદા સાહેબ ફાલ્કેનું સાચુ નામ ધુંધિરાજ ગોવિન્દ ફાલ્કે હતું

ઘણા ઓછા લોકો જાણે છે કે દાદા સાહેબ ફાલ્કેનું સાચુ નામ ધુંધિરાજ ગોવિન્દ ફાલ્કે હતું

મુંબઇ: દાદા સાહબ ફાળકેને ભારતીય સિનેમાનાં જન્મદાતાનાં રૂપમાં જણાય છે. તેમણે ભારતમાં સિનેમાનો પાયો નાખ્યો છે. ફાલ્કેનો જન્મ 30 એપ્રિલ 1870નાં ત્ર્યંબક મહારાષ્ટ્રમાં થયો હતો. દાદા સાહેબ ફાલ્કે જ નહીં દેશમાં સિનેમાની શરૂઆત કરી હતી. અને વર્ષ 1913માં તેમને રાજા હરિશચંદ્ર નામની એક ફૂલ લેન્થ ફિચર ફિલ્મ બનાવી. તેમની જયંતીનાં સમયે ગૂગલે તેમને ડૂડલ બનાવીને યાદ કર્યા છે.



1. દાદા સાહેબ ફાલ્કે એક જાણીતા પ્રોડ્યુસર, ડિરેક્ટર અને સ્ક્રિનરાઇટર હતાં જેમણે 19 વર્ષનાં લાંબા કરિયરમાં 95 ફિલ્મો અને 27 શોર્ટ ફિલ્મ બનાવી હતી.
2. ઘણા ઓછા લોકો જાણે છે કે દાદા સાહેબ ફાલ્કેનું સાચુ નામ ધુંધિરાજ ગોવિન્દ ફાલ્કે હતું.
3. તેમનાં જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ 'ધ લાઇફ ઓફ ક્રિસ્ટ' ફિલ્મ હતી. આ એક મૂક ફિલ્મ હતી. આ ફિલ્મને જોયા બાદ દાદા સાહેબનાં મનમાં ઘણાં વિચારો
આવ્યા હતાં. તે બાદ તેમને તેમની પત્ની પાસે કેટલાંક રૂપિયા ઉધાર લઇને પહેલી મૂક ફિલ્મ બનાવી હતી.
4. દાદા સાહેબ ફાલ્કેએ 'રાજા હરિશચંદ્ર' થી ડેબ્યુ કર્યુ હતું. આ ભારતની પહેલી ફૂલ-લેન્થ ફિચર ફિલ્મ કહેવામાં આવે છે.
5. તે સમયે દાદા સાહેબ ફાલ્કે 'રાજા હરિશચંદ્ર'નું બજેટ 15 હજાર રૂપિયા હતાં.
6.BBCની રિપોર્ટ પ્રમાણે, દાદા સાહેબ ફાલ્કેએ ફિલ્મોમાં મહિલાઓને કામ કરવાની તક આપી. તેમની બનાવેલી ફિલ્મ ભસ્માસુર મોહિનીમાં બે મહિલાઓએ કામકર્યુ. જેમનું નામ દુર્ગા અને કમલા હતું.
7.દાદા સાહેબ ફાલ્કેની અંતિમ મુક ફિલ્મ સેતુબંધન હતી.
8. તેમનું નિધન 16 ફેબ્રુઆરી 1944નાં નાસિકમાં થયુ હતું.
9.ભારતીય સિનેમામાં દાદા સાહેબનાં ઐતિહાસિક યોગદાન બદલ 1969માં ભારત સરકારે તેમનાં સમ્માનમાં 'દાદા સાહેબ ફાલ્કે' એવોર્ડની શરૂઆત કરી હતી
10. ભારતીય સિનેમાં આ સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. સૌથી પહેલાં દેવિકા રાની ચૌધરીને આ એવોર્ડ મળ્યો હતો.
First published:

Tags: Award, Google doodle, જન્મદિવસ