લૂંટારુંઓએ મોદી-મોદીના નારા લગાવી ખોલાવ્યા ઘર, પછી કરી લૂંટફાટ

News18 Gujarati
Updated: May 5, 2019, 4:49 PM IST
લૂંટારુંઓએ મોદી-મોદીના નારા લગાવી ખોલાવ્યા ઘર, પછી કરી લૂંટફાટ
ઘરના સભ્યોએ હર-હર મોદી, ઘર-ઘર મોદીના નારા ન લગાવ્યો તો લૂંટારુંઓએ કરી મારઝૂડ

ઘરના સભ્યોએ હર-હર મોદી, ઘર-ઘર મોદીના નારા ન લગાવ્યો તો લૂંટારુંઓએ કરી મારઝૂડ

  • Share this:
બિહારના સીવાન જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં લૂંટારુંઓએ લૂંટફાટ કરવા માટે નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ, સીવાનમાં લૂંટારુંઓએ સૌથી પહેલા મોદી-મોદીના નારા લગાવીને દરવાજા ખોલાવ્યા પછી જોરદાર લૂંટફાટ કરી. એટલું જ નહીં, વિરોધ કરતાં પરિજનો સાથે ખૂબ જ મારઝૂડ પણ કરી.

આ મામલો સીવાનના સિસવન પોલીસ સ્ટેશનના ઘુરઘાટનો છે. અહીં લૂંટારુંઓએ પાર્ટીના સમર્થન કહીને ઘરમાં લૂંટફાટની ઘટનાને અંજામ આપ્યો છે. પરિજનો મુજબ, અપરાધીઓએ સૌથી પહેલા ઘરવાળાઓને જગાડીને મોદીને વોટ આપવાની અપીલ કરી. તેની સાથે જ હર-હર મોદી અને ઘર-ઘર મોદીના નારા પણ લગાવ્યા.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે, જ્યારે ઘરવાળાઓએ સાથોસાથ હર-હર મોદી અને ઘર-ઘર મોદીના નારા નહીં લગાવ્યા તો ગુસ્સે ભરાયેલા અપરાધીઓએ ઘરવાળાઓ સાથે જોરદાર મારઝૂડ કરી, જેમાં બે મહિલા અને બે પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા. ત્યારબાદ લૂંટારુંઓ ઘરમાં રાખેલા લાખો રૂપિયાનો સામાન લઈને ફરાર થઈ ગયા.

ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ નથી થઈ શકી. પોલીસે મામલામાં વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. ઘટનાથી ગામ લોકોમાં ઘણો ગુસ્સો છે અને તેઓ વહીવટીતંત્ર સાથે અપરાધીઓને વહેલી તકે ઝડપવાની માંગ કરી રહ્યા છે.

(રિપોર્ટ- મૃત્યુંજય કુમાર)
First published: May 5, 2019, 4:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading