Home /News /national-international /ખુશખબર: સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ, મોંઘવારી ભથ્થામાં 9 ટકાનો વધારો કર્યો

ખુશખબર: સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ, મોંઘવારી ભથ્થામાં 9 ટકાનો વધારો કર્યો

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

કેન્દ્ર સરકારે પાંચમા અને છઠ્ઠા પગાર પંચ અંતર્ગત સેલરી મેળવી રહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પાંચમા અને છઠ્ઠા પગાર પંચ અંતર્ગત સેલરી મેળવી રહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ વધારા બાદ છઠ્ઠા પગાર પંચ અંતર્ગત સેલરી લઈ રહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા 203 ટકાથી વધીને 212 ટકા થઈ ગયા છે. ડીએના નવા દર 1 જૂલાઈ 2022થી લાગૂ માનવામાં આવશે. આ ઉપરાંત પાંચમા પગાર પંચ અંતર્ગત સેલરી લઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓના ડીએને 15 ટકા વધારીને 396 ટકા કરી દીધું છે. આ કર્મચારીઓ માટે વધારો 1 જૂલાઈથી લાગૂ માનવામાં આવશે.

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને લઈને સરકારનો મોટો નિર્ણય, સરકારી કર્મીઓને મળશે દિવાળી પહેલા પગાર

મોંઘવારી ભથ્થુ કોઈ પણ કર્મચારીના બેસિક પગાર આધારે નક્કી થાય છે. જો કોઈ કેન્દ્રીય કર્મચારીની બેસિક સેલરી 43000 રૂપિયા પ્રતિ મહિનો છે, તો તેને જૂના ડીએ 203 ટકા અંતર્ગત 87290 રૂપિયા મળે છે. તો વળી ડીએ 212 ટકા થયા બાદ તે વધીને 91,160 રૂપિયા થઈ જશે. તેનાથી તેમના વેતનમાં લગભગ 3800 રૂપિયાનો વધારો થઈ જશે. આપને જણાવી દઈએ કે, ડિપાર્ટમેંટ ઓફ એક્સપેંડિચરે 12 ઓક્ટોબરના રોજ એક ઓફિસ મેમોરેંડમ જાહેર કરીને ડીએ વધારાની સૂચના આપી હતી.

શું છે ડીએ વધારાનું કારણ


સાતમા પગાર પંચ અંતર્ગત પગાર અથવા પેન્શન લઈ રહેલા કર્મચારીઓના ડીએ તથા ડીઆર સપ્ટેમ્બર 34 ટકાથી વધારીને 38 ટકા કરી દીધું હતું. ત્યાર બાદથી છઠ્ઠા તથા પાંચમા પગાર પંચ અંતર્ગત પગાર અથવા પેન્શન લઈ રહેલા કર્મચારીઓ/ પૂર્વ કર્મચારીઓ ડીએ તથા ડીઆર વધારવાની માગ કરી રહ્યા હતા.
First published:

Tags: DA Hike