Home /News /national-international /

PM મોદીની 'મન કી બાત' બાદ બદલાઇ ગઇ આ ચા વાળાની જિંદગી

PM મોદીની 'મન કી બાત' બાદ બદલાઇ ગઇ આ ચા વાળાની જિંદગી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ કરેલી મન કી બાતમાં ઓડિશા સ્થિત કટકના એક ચા વાળાનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાનએ કહ્યું, 'કાલે જ મને ડી. પ્રકાશ રાવને મળવાનું સૌભાગ્ય મળ્યુ. ડી. પ્રકાશ રાવ છેલ્લા પાંચ વર્ષથી શહેરમાં ચા વેચે છે. એક મામૂલી ચા વેચનાર, આજે તમે જાણીને આશ્ચર્ય થઇ જશે. જેને 70થી પણ વધુ બાળકોના જીવનમાં શિક્ષણનુ અજવાળુ પાથર્યુ છે. તેઓએ બસ્તી અને ઝુગિયોમાં રહેતાં બાળકો માટે 'આશા આશ્વાસન' નામની એક સ્કૂલ ખોલી.'

    પી.એમ.એ જણાવ્યું હતું કે, 'આ ગરીબ ચા વાળો 50% જેટલી આવક તે સ્કૂલમાં ખર્ચે છે. તે શાળામાં આવનાર તમામ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડે છે. ડી. પ્રકાશ રાવની કડક મહેનત, તેમના ઉદ્દેશ્યો અને તે ગરીબ બાળકોના જીવનમાં નવી દિશા આપનારને હું ખૂબ-ખૂબ અભિનંદન આપુ છુ.'

    ડી પ્રકાશ રાવએ કહ્યું, 'લોકોએ હવે મારા પગને સ્પર્શ કરવાનું શરૂ કર્યું છે.' રાવ 6 વર્ષની ઉંમરથી જ ચા વેચી રહ્યા છે. રાવએ શરૂઆતની ઉમરમાં ચા વેચવાનું શરૂ કર્યુ, પરંતુ બાદમાં તે એક શિક્ષક બની ગયો. તે હોસ્પિટલમાં દર્દીઓ સાથે જાય છે અને તેની સ્કૂલ પણ ચલાવે છે. રાવે અત્યાર સુધી 271 વખત રક્તદાન કર્યુ છે.

    આર્થિક કારણોથી તેનો અભ્યાસ પૂર્ણ કરવામાં અસમર્થ રહેલા પ્રકાશ રાવ ઝુપડીઓમાં રહેનાર બાળકો માટે તેમનું સપનું પૂર્ણ કરે છે. જેની પાસે સ્કૂલમાં ફી ભરવાના પૈસા નથી. તેમણે જણાવ્યું કે, 'હું નથી માગતો કે આ બાળકોના અભ્યાસમાં પૈસાને કારણે કોઇ મુશ્કેલી આવે. એટલે હુ મારી સ્કૂલ, ચાની દુકાન અને હોસ્પિટલમાં દર્દીઓને મળવાનો સમય આપુ છું '

    હાલમાં, 70થી વધુ વિદ્યાર્થીઓ તેમની શાળામાં ભણે છે. તેમણે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને ઘર પર રહેવાથી અથવા રસ્તાઓ પર ફરવાને બદલે શાળામાં વધુ આરામ મળે છે. તેમણે જણાવ્યું હતું કે, 'લગભગ 70-75 વિદ્યાર્થીઓ મારી સ્કૂલમાં ભણે છે. તેમના માતાપિતાને ખરેખર તેમના બાળકોના અભ્યાસની કોઇ ચિંતા નથી.'

    તેમણે જણાવ્યું કે બાળકો પહેલા અહી આવવા માંગતા ન હતા, પરંતુ જ્યારે તેઓએ અહી ભોજનની વ્યવસ્થા કરી ત્યારબાદ તેઓ આવવા લાગ્યા. 'સિઝન દરમિયાન 600 રૂપિયા પ્રતિ દિવસ અને સિઝન ચાલુ થવા પર લગભગ 700-800 રૂપિયા મળે છે. આ પૈસા મારા માટે કોઈ મુદ્દો નથી હું માત્ર આ બાળકોના ભવિષ્ય માટે કંઈક કરવા માંગુ છું.'
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Cuttack, Naredndra modi, Odisha, TEA

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन