Home /News /national-international /સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન, ડિપ્ટી CM દેવેન્દ્ર ફડણવીસે આપ્યા તપાસના આદેશ

સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન, ડિપ્ટી CM દેવેન્દ્ર ફડણવીસે આપ્યા તપાસના આદેશ

સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં રવિવારે રોડ અકસ્માતમાં નિધન થયું

Cyrus Mistry Death - ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં રવિવારે રોડ અકસ્માતમાં નિધન થયું

મુંબઈ : મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) રવિવારે જણાવ્યું કે તેમણે રાજ્ય પોલીસને રોડ અકસ્માતની વિસ્તૃત તપાસ કરવા કહ્યું છે. જેમાં ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું (Cyrus Mistry)નિધન થયું છે. ફડણવીસે કહ્યું કે પાલઘરમાં એક દુર્ભાગ્યપૂર્ણ રોડ અકસ્માતમાં મિસ્ત્રીના નિધનના (Cyrus Mistry Death)સમાચાર સાંભળી ઘણો દુખી છું.

ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં રવિવારે રોડ અકસ્માતમાં નિધન થયું છે. રાજ્યના ગૃહ મંત્રાલયનો પ્રભાર પણ સંભાળી રહેલા ફડણવીસે ટ્વિટ કર્યું કે ડીજીપી સાથે વાત કરી કરી અને તેમણે વિસ્તૃત તપાસના આદેશ આપ્યા. તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે મારી સંવેદનાઓ છે.

આ પણ વાંચો - સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન, મુંબઈની મહિલા ડોક્ટર ચલાવી રહી હતી કાર

સાયરસ મિસ્ત્રી 54 વર્ષના હતા


ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રી 54 વર્ષના હતા. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની (Cyrus Mistry)મર્સિડીઝ કાર કાસા પાસે ચરોટી ગામમાં સૂર્યા નદીના પુલ પર રોડ ડિવાઇડર સાથે ટકરાઇ હતી. ટક્કર પછી મર્સિડીઝ કારના એરબેગ પણ ખુલી હતી. જોકે મિસ્ત્રી સહિત બે લોકોના મોત થયા છે. કારમાં કુલ ચાર લોકો સવાર હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી


ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે સાયરસ મિસ્ત્રીનું આકસ્મિક નિધન સ્તબ્ધ કરનારું છે. તે એક સારા બિઝનેસ લીડર હતા જેમને ભારતના આર્થિક કૌશલ પર ભરોસો હતો. તેમનું જવું વાણિજ્ય અને ઉદ્યોગ જગત માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ.

આ પણ વાંચો - અમદાવાદથી મુંબઈ જતા સમયે કેવી રીતે થયો સાયરસ મિસ્ત્રીની કારનો અકસ્માત, જુઓ Video

સાયરસ મિસ્ત્રીના અવસાન પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલી આપી છે. ગડકરીએ લખ્યું કે મહારાષ્ટ્ર પાસે પાલઘર નજીક એક રોડ અકસ્માતમાં ટાટા સંસના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું દુર્ભાગ્યપૂર્ણ નિધન જાણીને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવારના સદસ્યો પ્રતિ હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું.
First published:

Tags: Accident News, Cyrus mistry, TATA, સાયરસ મિસ્ત્રી

विज्ञापन