Home /News /national-international /મહિલા ચાલકની એક નાનકડી ભૂલે સાયરસ મિસ્ત્રી સહિત બે લોકોના જીવ લીધા! પાલઘર પોલીસનો ધડાકો

મહિલા ચાલકની એક નાનકડી ભૂલે સાયરસ મિસ્ત્રી સહિત બે લોકોના જીવ લીધા! પાલઘર પોલીસનો ધડાકો

સાયરસ મિસ્ત્રીની ગાડી ચાલકે એક જ ભૂલ કરી હતી.

Cyrus Mistry Death Cause: સાયરસ મિસ્ત્રીનું લક્ઝરી કારમાં રોડ અકસ્માતમાં મોત થયા બાદ ઘણા સવાલો ઉઠ્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે ડ્રાઈવર અનાહિતાની એક નાનકડી ભૂલના કારણે આ દુર્ઘટના બની હતી.

    Cyrus Mistry Death: ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતમાં મોત (Cyrus Mistry Death) થયું હતું. આ અકસ્માત (Car Accident) એટલો ભયાનક હતો કે કારનાં ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. બે મહિનાની તપાસ બાદ પાલઘર પોલીસે મોત કયા સંજોગોમાં થયું તે જણાવ્યું છે છે.

    પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં ડો.અનાહિતા પંડોલે (Dr. Anahita Pandole)ના પતિનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, લેનમાં અચાનક બદલાવના કારણે આ અકસ્માત થયો હતો, જેમાં અનાહિતા કાર પર કાબૂ ન રાખી શકી. તેના પતિ ડેરિયસ પંડોલે (Darius Pandole)એ જણાવ્યું હતું કે અચાનક લેન બદલાયા બાદ કારની સામે એક વાહન આવી ગયું હતું. ત્યારે અનાહિતા કાર પર કાબૂ રાખી શકી ન હતી. આ અકસ્માતમાં અનાહિતા અને તેના પતિ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અનાહિતાની સારવાર હજુ ચાલી રહી છે. આથી તેમનું નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. ડીવાયએસપી પ્રશાંત પરદેશીએ આ માહિતી આપી છે.



    ડેરિયસ થઇ ચૂક્યા છે ડિસ્ચાર્જ

    અનાહીતા પંડોલેના પતિ ડેરિયસ પંડોલેને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડેરિયસ પંડોલની સારવાર મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (Sir HN Reliance Foundation Hospital)માં ચાલી રહી હતી. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે જે રીતે અનાહિતાની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે, તેને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.

    આ પણ વાંચો: આ પણ વાંચો: સાયરસ મિસ્ત્રીના મૃત્યુ બાદ 2.40 લાખ કરોડની કંપનીનો ઉત્તરાધિકારી કોણ? માત્ર 2 મહિનામાં પરિવાર વેરવિખેર! 

    અકસ્માત સમયે આ લોકો હતા કારમાં સવાર

    4 સપ્ટેમ્બરના રોજ સાયરસ મિસ્ત્રીની કારને ગુજરાતથી મુંબઇ પરત ફરતી વખતે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કાસા નદીના પુલ પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી અને તેના એક મિત્ર જહાંગીર પંડોલેનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ગંભીર અકસ્માતમાં, ડેરિયસ અને અનહિતા પંડોલેને ઈજા થઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા. અનાહિતા પંડોલે ડ્રાઇવિંગ કરી રહી હતી, તેના પતિ બાજુની સીટ પર બેઠા હતા. આ સાથે જ મિસ્ત્રી અને જહાંગીર બંને પાછળની સીટ પર બેઠા હતા.

    ગાડી ઓવરસ્પીડ કે સડકની ડિઝાઇન ખરાબ

    પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ જે મર્સીડીઝ કારમાં સાયરસ મિસ્ત્રી સહિત ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. મુંબઈથી 120 કિમી દૂર પાલઘર જિલ્લામાં ચારોટી ચેક પોસ્ટ પાર કર્યા બાદ તેમણે માત્ર 9 મિનિટમાં 20 કિ.મી. નું અંતર કાપ્યું હતું. તેમજ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે લોકોએ સીટ બેલ્ટ પહેર્યા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Accident News, Accidentdeath, Cyrus mistry, Deaths

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन