Home /News /national-international /Cyrus Mistry Accident Video: અકસ્માત પહેલાંના સાયરસ મિસ્ત્રીની કારના CCTV સામે આવ્યા, રવિવારે કાર અકસ્માતમાં મોત થયું હતું

Cyrus Mistry Accident Video: અકસ્માત પહેલાંના સાયરસ મિસ્ત્રીની કારના CCTV સામે આવ્યા, રવિવારે કાર અકસ્માતમાં મોત થયું હતું

સાયરસ મિસ્ત્રીની કારનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Cyrus Mistry Car CCTV: ગઈકાલે સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મોત થયું હતું. ત્યારે આજે તેમની કારના સીસીટીવી સામે આવ્યાં છે. એવું કહેવાઇ રહ્યું છે કે, આ સીસીટીવી મુંબઈ નજીક પાલઘરના છે. અહીંથી થોડા જ અંતરે અકસ્માત સર્જાયો હતો.

મુંબઈઃ સાયરસ મિસ્ત્રીની કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. આ સીસીટીવી મુંબઈ નજીકના પાલઘરના હોવાનું જાણવા મળ્યું છે. અહીંથી માત્ર થોડા જ અંતરે અકસ્માત સર્જાયો હતો અને સાયરસ મિસ્ત્રી સહિત મહિલા ડ્રાઇવરનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે ટાટા ગ્રુપના પૂર્વ અધ્યક્ષની મર્સિડિઝ કાર કાસા પાસે ચરોટી ગામમાં સૂર્યા નદીના પુલ પર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને તેમાં બે લોકોના મોત થયા હતા.

માર્ગ અકસ્માતમાં નિધન થયું


ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં (Cyrus Mistry Accident)નિધન થયું છે. તે 54 વર્ષના હતા. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની (Cyrus Mistry)મર્સિડીઝ કાર કાસા પાસે ચરોટી ગામમાં સૂર્યા નદીના પુલ પર રોડ ડિવાઇડર સાથે અથડાઈ હતી. અથડાયા પછી મર્સિડીઝ કારના એરબેગ પણ ખુલી હતી. જો કે, મિસ્ત્રી સહિત બે લોકોના મોત (Cyrus Mistry Death)થયા છે. કારમાં કુલ ચાર લોકો સવાર હતા.

મહિલા ડ્રાઇવરનું મોત, પતિ ઇજાગ્રસ્ત


પોલીસે મર્સિડીઝ કારમાં સવાર લોકોની ડિટેલ જાહેર કરી છે. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી સાથે જહાંગીર દિનશા પંડોલેનું પણ મોત થયું છે. જ્યારે મહિલા અનાયતા પંડોલે અને તેના પતિ દરીયસ પંડોલે ઇજાગ્રસ્ત થયા છે. મળેલી જાણકારી પ્રમાણે અનાયકા મુંબઈમાં ડોક્ટર છે અને મર્સિડીઝ કારનું ડ્રાઇવ તે કરી રહી હતી. તેમના પતિ દરીયસ મંડોલ JM ફાયનાન્સિયલના CEO છે. જહાંગીર પંડોલે દરીયસના પિતા હતા.


2012માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતા


વર્ષ 2011માં સાયરસ મિસ્ત્રીની રતન ટાટાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે 2012માં તેઓ ટાટા ગ્રુપના ચેરમેન બન્યા હતા. સાયરસ મિસ્ત્રીનું કારોબારી જગતમાં બહુ મોટું નામ છે. સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપમાં જોડાયા એ પહેલાં તેઓ શાપૂરજી પાલોનજી મિસ્ત્રી કંપની સાથે જોડાયેલા હતા. આ કંપની મધ્ય એશિયા અને આફ્રિકામાં કન્સ્ટ્રક્શનના કામ સિવાય પાવરપ્લાન્ટ અને ફેક્ટરી બનાવવા માટેના અનેક મોટા પ્રોજેક્ટ પણ પૂરાં કરેલા છે.

આ પણ વાંચોઃ સરળ વ્યક્તિની જેમ જીવતા હતા સાયરસ મિસ્ત્રી, આ તસવીર તેનો પુરાવો

ટાટા અને મિસ્ત્રી વચ્ચે કાયદાકીય લડાઈ ચાલતી હતી


સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. નોંધનીય છે કે, ટાટા ગ્રુપના ઇતિહાસમાં બીજીવાર કોઇ ‘ટાટા’ સરનેમ વગરની વ્યક્તિને કંપનીએ ચેરમેન બનાવ્યા હતા. સાઇરસ પાસે મેન્યુફેચ્ચરિંગથી લઇને મનોરંજન, વીજળી તેમજ બીજા અનેક પ્રકારનો વીસ વર્ષનો અનુભવ હતો. 2006થી સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપ સાથે જોડાયેલા હતા, જ્યારે 2016માં 24 ઓક્ટોબરના રોજ એમને ટાટા સન્સના ચેરમેન પદથી હટાવવામાં આવ્યા હતા. કંપનીએ મિસ્ત્રીની જગ્યાએ એન. ચંદ્રશેખરને એક્ઝિક્યૂટિવ ચેરબેન બનાવ્યા હતા. આ પાછળનું કારણ નોન-પર્ફોમન્સ બતાવવામાં આવ્યું હતું. ત્યારપછી બંને વચ્ચે કાયદાકીય લડાઈની શરૂઆત થઈ ગઈ હતી. તમને એ વાત જાણીને નવાઇ લાગશે કે મિસ્ત્રીની પાસે આયરલેન્ડની પણ નાગરિકતા હતી અને તેઓ ભારતના સ્થાયી નાગરિક પણ હતા. સાયરસ મિસ્ત્રી ટાટા પરિવારના ઘણાં નજીક છે. મિસ્ત્રીએ લંડનમાં એન્જીનિયરિંગની માસ્ટર ડિગ્રી લીધી હતી.
First published:

Tags: CCTV footage, Cyrus mistry, Video viral