અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર મુંબઇમાં 11 જૂને લાવશે વરસાદ

લો પ્રેશન આગામી દિવસોમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેનાં કારણે મુંબઇમાં વરસાદ આવશે.

લો પ્રેશન આગામી દિવસોમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેનાં કારણે મુંબઇમાં વરસાદ આવશે.

 • Share this:
  આજે કેરળમાં વરસાદ પડતાની સાથે જ ભારતીય હવામાન વિભાગે વિધિવત્ત ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી દીધી છે અને દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું બેસી ગયું છે.

  હવામાનનાં સમાચાર આપતી ખાનગી સંસ્થા સ્કાઇમેટનાં જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ છે. આ સિસ્ટમનાં કારણે દક્ષિણ ભારતનાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ આવશે અને વરસાદની આ સિસ્ટમનાં કારણે મુંબઇમાં 11 જૂનનાં રોજ વરસાદ આવે તેવી શક્યતાઓ છે.

  મહત્વની વાત એ છે કે, મુંબઇમાં ચોમાસુ બેસે તેનાં ચારેક દિવસ પહેલા આ વરસાદ આવશે. અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમનાં કારણે મુંબઇમાં 11 અને 12 જૂનનાં રોજ વરસાદ આવશે અને મુંબઇગરાઓને ટાઢક આપશે.

  હાલમાં આ લો પ્રેશર અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વ અને મધ્યમાં છે અને આગામી દિવસમાં ઉત્તર તરફ આગળ વધશે.

  આ લો પ્રેશન આગામી દિવસોમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેનાં કારણે મુંબઇમાં વરસાદ આવશે.
  Published by:Vijaysinh Parmar
  First published: