નવી દિલ્હી. યાસ વાવાઝોડું (Cyclone Yaas) મંગળવાર સાંજે ભીષણ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આ જાણકારી ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના મહાનિદેશક એમ. મહાપાત્રએ આપી. આઇએમડીએ ઓડિશા (Odisha) અને પશ્ચિમ બંગાળ (West Bengal) માટે રેડ કોડેડ અલર્ટ જાહેર કર્યું છે. યાસ વાવાઝોડાના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના મોટાભાગના હિસ્સામાં તોફાની પવનની સાથે વરસાદ પડી રહ્યો છે.
બુધવાર સવારે 5:30 વાગ્યે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, યાસ વાવાઝોડું હજુ બંગાળની ખાડીમાં ઓડિશાના ધમરાથી 60 કિલોમીટર દૂર, પારાદીપના પશ્ચિમ-ઉત્તર પૂર્વમાં 90 કિલોમીટર, પશ્ચિમ બંગાળના દીધાથી 100 કિલોમીટર અને ઓડિશાના બાલાસોરથી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં 105 કિલોમીટર દૂર હતું.
IMDના મહાનિદેશક મહાપાત્રએ કહ્યું કે, ઉત્તર પશ્ચિમ અને બંગાળની ખાડીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડું યાસ ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગ મુજબ સાઇક્લોન યાસ ઉત્તર-પશ્ચિમની તરફ વળી શકે છે અને તેની તીવ્રતા હજુ પણ વધી શકે છે.
Very Severe Cyclonic Storm YAAS to cross Odisha coast between Dhamra and Balasore around noon of 26th May with wind speed of 130-140KMPH.
— India Meteorological Department (@Indiametdept) May 25, 2021
યાસ વાવાઝોડું બુધવારે ત્રાટકવાનું હોવાથી ઓડીશાના નીચાણવાળા વિસ્તારો અને સંવેદનશીલ વિસ્તારોથી ત્રણ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એસઆરસી પી.કે. જેનાએ કહ્યું કે, રાજ્યમાં 860 સ્થાયી શિબિરો અને 6200 અસ્થાયી ગૃહો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં કોવિડ-19ના નિયમોનું પાલન કરીને 7થી 8 લાખ લોકોને સુરક્ષિત સ્થળે રાખવામાં આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર