નવી દિલ્હી. ટાઉતે વાવાઝોડા (Tauktae Cyclone) બાદ હવે પૂર્વ દરિયાકાંઠા વિસ્તાર પર ચક્રવાતી વાવાઝોડા યાસનો ખતરો વધી ગયો છે. હવામાન વિભાગ (IMD)એ બંગાળની ખાડી (Bay of Bengal)માં ઓછા દબાણના ક્ષેત્રના ચક્રવાતી વાવાઝોડા યાસ (Yaas Cyclone)માં પરિવર્તિત થવાની શક્યતા વ્યક્ત કરી છે અને તેના 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશા કાંઠા પર પહોંચવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ મુજબ ચક્રવાતી વાવાઝોડું યાસ પણ ટાઉતેની જેમ જ મોટો ખતરો બની ચૂક્યું છે. આ દરમિયાન બંને રાજ્યોમાં પવન 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકથી 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાવાની શક્યતા છે.
ચક્રવાતી વાવાઝોડું યાસ પણ ટાઉતે વાવાઝોડાની જેમ જ ભારે વિનાશ વેરી શકવાની શક્યતા છે. જે ગયા વર્ષે પશ્ચિમ બંગાળમાં આવેલા ચક્રવાતી વાવાઝોડા અમ્ફાનની જેમ જ વિનાશકારી હતું. એક વર્ષ પહેલા આવેલા ચક્રવાતી વાવાઝોડા અમ્ફાન દરમિયાન ત્રણ મિનિટમાં પવનની ઝડપ 240 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી, જેના કારણે 80 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવી જ રીતે વર્ષ 1999માં આવેલા સુપર સાઇક્લોને પણ બંગાળની ખાડીમાં ભારે વિનાશ વેર્યો હતો. આ દરમિયાન ઓડિશામાં 260થી 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો અને જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ચક્રવાતી વાવાઝોડા યાસના ખતરાને જોતાં બંને રાજ્યોમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (NDRF), સેના (Indian Army) અને કોસ્ટગાર્ડ (Coast Guard)ને સેવામાં લગાવી દેવામાં આવ્યા છે. NDRFની 85 ટીમોમાંથી 32ને બંગાળમાં 28ને ઓડિશામાં તૈનાત કરવામાં આવી છે. કેટલીક ટીમો આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તૈનાત કરવામાં આવી છે. બંગાળ સરકારે રાજ્ય સચિવાલય નબન્નામાં એક કન્ટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે, જેને મંગળવાર અને બુધવારે મમતા બેનર્જી ખુદ સંચાલિત કરશે.
આ પણ વાંચો, દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.12 ટકા, પરંતુ મોતના આંકડો 3 લાખને પાર, સમજો ગણિત હવામાન વિભાગ મુજબ, ઉત્તર પશ્ચિમ દિશા તરફી આગળ વધવા તથા 24 મેની સવાર સુધી એક ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાનું અનુમાન છે. આગામી 24 કલાક દરમિયાન તે એક ખૂબ ઉગ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે. હવામાન વિભાગે વધુમાં એવું પણ જણાવ્યું છે કે ચક્રવાતી વાવાઝોડું યાસ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધવાનું ચાલુ રાખશે અને ધીમે-ધીમે મજબૂત બનશે. 26 મેની સવાર સુધી તે પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશા કાંઠાની નજીક ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાનું અનુમાન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર