જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ (life) આવે છે, પરંતુ આપણે ક્યારેય એકબીજાનો સાથ ન છોડવો જોઈએ. આવી સલાહો અને શીખામણો તો આપણે ઘણી સાંભળી છે. સમય કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય. જો આપણે એકબીજાને સાથ આપીએ તો કોઈપણ પડકારનો સામનો કરી શકાય છે. સોશિયલ મીડિયા (social media) પર વાયરલ થયેલા એક વીડિયોમાં આવો જ મેસેજ જોવા મળ્યો હતો, જેમાં જોરદાર તોફાન- વાવાઝોડા અને વરસાદમાં ફસાયેલા બે પક્ષીઓ એકબીજાને સંભાળતા જોવા મળ્યા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને જે પણ આ વીડિયો જોઈ રહ્યું છે, તે વીડિયોના વખાણ કરી રહ્યું છે. IPS દિપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વાત શેર કરી છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ જાણી શકાયું નથી. પરંતુ તેને શેર કરતી વખતે દીપાંશુએ તેમાં કેપ્શન આપ્યું છે કે જીવનમાં ગમે તેટલા તોફાનો આવે, જે લોકો ખરેખર પોતાના છે, તેઓ એક સાથે મજબૂત રીતે ઉભા રહે છે.
વાવાઝોડા અને વરસાદ વચ્ચે એકબીજાનો સાથ આપતા પક્ષીઓ વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે પક્ષીઓ એક વાયર પર બેઠેલા જોવા મળે છે. પાછળથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન આ બંને પક્ષીઓ આ વાવોઝોડા વચ્ચે એકબીજાને સાચવી રહ્યાં છે.
જ્યારે તેમના માટે એકબીજાને સંભાળવુ મુશ્કેલ થઈ જાય છે, ત્યારે તેઓ પોતાની પાંખો વડે એકબીજાને ટેકો આપવાનું શરૂ કરે છે. વીડિયોમાં બે પક્ષીઓ મુશ્કેલીના સમયમાં પણ એકબીજાનો સાથ આપતા દેખાઈ રહ્યાં છે.
जीवन में कितने भी आँधी-तूफान आयें, जो सच में अपने होते हैं, वो और मज़बूती से साथ खड़े होते हैं. pic.twitter.com/nqtj227u6h
થોડા જ કલાકોમાં મળ્યા પાંચ લાખથી વધુ વ્યૂ સોશિયલ મીડિયામાં આ વીડિયોને કેટલો લાઈક કરવામાં આવી રહ્યો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ આર્ટિકલ લખાય છે, ત્યાં સુધી આ વીડિયોને પાંચ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે તેને અપલોડ કરવામાં આવ્યો હતો, તે થોડા જ કલાકોમાં વાયરલ થયો હતો. વીડિયોને 26 હજારથી વધુ લાઈક્સ અને 4 હજારથી વધુ વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે.
કેટલાક લોકો આ વીડિયો એડિટ કરવામાં આવ્યો હોવાનું જણાવી રહ્યા છે અને કેટલાક લોકોએ તેના મેસેજ પર ધ્યાન આપવાનું કહ્યું. મોટાભાગના લોકોનું માનવું હતું કે આ વીડિયો પરિવાર અને તેના લોકોનું મહત્વ જણાવશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર