વાવાઝોડું મુંબઇ નજીક પહોંચ્યું, અતિ ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્ર્માં સર્જાયેલું ડીપડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયુ છે. આ વાવાઝોડાની મુબંઇનાં કાંઠે આજે સાંજે થશે.

News18 Gujarati
Updated: June 11, 2019, 2:07 PM IST
વાવાઝોડું મુંબઇ નજીક પહોંચ્યું, અતિ ભારે વરસાદની આગાહી
મુંબઇમાં ભારે વરસાદની આગાહી
News18 Gujarati
Updated: June 11, 2019, 2:07 PM IST
અરબી સમુદ્રમાં સર્જાયેલી વાવાઝોડું ‘વાયુ’ હવે મુંબઇ નજીક પહોંચ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડું મુંબઇ નજીક પહોંચતા ભારેથી અતિ ભારે વરસાદ પડશે. મુંબઇ ગરાઓને ગરમીમાંથી રાહત મળશે.

આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતનાં દરિયાકાંઠે સારો એવો વરસાદ લાવશે તેવી આશા છે અને સાથે સાથે વહીવટીતંત્રને પણ સાબદા કરી દેવામાં આવ્યા છે અને તકેદારીનાં ભાગરૂપે સૈન્યની ત્રણેય પાંખોને એલર્ટ કરી દેવામાં આવી છે.

હવામાનનાં સમાચાર અને વિશ્લેષણ આપતી ખાનગી સંસ્થા સ્કાઇમેટનાં જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા કલાકોથી મુબંઇનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

અરબી સમુદ્ર્માં સર્જાયેલું ડીપડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયુ છે. આ વાવાઝોડાની મુબંઇનાં કાંઠે આજે સાંજે થશે.

આ વાવાઝોડું સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે અને તેના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

મુબંઇમાં છેલ્લા 24 કલાકમાં સાન્તાક્રુઝમા 40 એમએમ વરસાદ પડ્યો છે જ્યારે કોલાબામાં 25 એમએમ વરસાદ નોંધાયો હતો.
Loading...

વાવાઝોડાનાં કારણે મુંબઇ વરસાદની તિવ્રતા વધશે. સાંજનાં સમયે મુંબઇનાં કાંઠે પવનની ગતિ વધશે. મુંબઇમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવી શક્યતા છે.

બીજી તરફ, વાવાઝોડાની આગાહીનાં પગલે ગુજરાતનું વહીવટીતંત્ર સાબદુ થઇ ગયું છે અને રાહત અને બચાવની કામગીરી માટે ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...