ટાઉતે વાવાઝોડાનો કહેર: બોમ્બે હાઈની પાસે સમુદ્રમાંથી મળ્યા 14 મૃતદેહ

ટાઉતે વાવાઝોડાનો કહેર: બોમ્બે હાઈની પાસે સમુદ્રમાંથી મળ્યા 14 મૃતદેહ
(AP Photo/Rafiq Maqbool)

મુંબઈઃ પી-305 બાર્જ પર સવાર 78 ગુમ થયેલા લોકોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ

  • Share this:
    મુંબઈ. ચક્રવાતી વાવાઝોડા ટાઉતે (Cyclone Tauktae)ના કારણે બાર્જ પી-305 (P-305)ના ડૂબ્યા બાદ બોમ્બે હાઈ (Bombay High) પાસેથી સમુદ્રમાં 14 મૃતદેહ મળી આવ્યા છે. મળતી જાણકારી મુજબ, અરબ સાગર (Arabian Sea)માંથી 14 મૃતદેહ મળી આવ્યા છે. આ લોકો બાર્જ પી-305 પર સવાર હતા જે ચક્રવાતી વાવાઝોડા ટાઉતે દરમિયાન ડૂબી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈ (Mumbai)માં પી-305 બાર્જ પર સવાર 78 ગુમ થયેલા લોકોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

    નૌસેના તરફથી બુધવારે જણાવવામાં આવ્યું કે, ખૂબ જ ખરાબ હવામાનનો સામનો કરતાં જવાનોને બાર્જ પી-305 પર સવાર 273 લોકોમાંથી અત્યાર સુધી 184ને બચાવી દીધા છે. તેમણે જણાવ્યું કે બે અન્ય બાર્જ અને એક ઓઇલ રિગ પર ઉપસ્થિત તમામ લોકો સુરક્ષિત છે.



    આ પણ વાંચો, વાવાઝોડાની અસર: રાજસ્થાનમાં ભારે વરસાદ, આ રાજ્યોમાં પણ પડશે વરસાદ

    ઉલ્લેખનીય છે કે, આ બાર્જ વાવાઝોડા ટાઉતેના ગુજરાત કાંઠે ટકરાયાના થોડા કલાક પહેલો મુંબઈની પાસે અરબ સાગરમાં ફસાઈ ગયું હતું. નૌસેનાના એક પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવાર સવાર સુધીમાં પી-305 પર સવાર 184 કર્મીઓને બચાવી લેવામાં આવ્યા છે. આઇએનએસ કોચ્ચિ અને આઇએનએસ કોલકાતા આ લોકોને લઈને મુંબઈના પોર્ટ પર પરત ફરી છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આઇએનએસ તેગ, આઇએનએસ બેતવા, આઇએનએસ બ્યાસ, પી81 પ્લેન અને હેલિકોપ્ટરોની મદદથી તલાશ અને બચાવ અભિયાન ચાલુ છે.

    P-305 પર 180 લોકો ઉપરાંત, જીએએલ કન્સ્ટ્રક્ટરના બાર્જ પર 137 કર્મી સવાર હતા. નૌસેના અને ઓએનજીસીના સૂત્રોએ જણાવ્યું કે આ તમામને મંગળવારે બચાવી લેવામાં આવ્યા. સૂત્રોએ કહ્યું કે, ત્રીજા બાર્જ, સપોર્ટ સ્ટેશન-3 પર 220 લોકો સવાર હતા. તે પીપાવાવ પોર્ટથી ઉત્તર-પશ્ચિમ તરફ વહી ગયું હતું. તેમાં એક ટગબોટ પણ જોડાયેલી હતી. આ બાર્જો પર સવાર તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ત્રણેય બાર્જ શાપૂરજી પલોનજી સમૂહની કંપની એફકોન્સના છે અને તેમાં કંપની દ્વારા કામ પર રાખવામાં આવેલા લોકો સવાર હતા.

    આ પણ વાંચો, Cyclone Tauktae: નેવી-કોસ્ટગાર્ડે સમુદ્રમાં ફસાયેલા 638 લોકોને બચાવ્યા


    આ ઉપરાંત ઓએનજીસીની ડ્રિલશિપ સાગર ભૂષણ પણ પીપાવાવ પોર્ટથી દૂર ચાલી ગયું હતું. તેને પણ સુરક્ષિત કાંઠા સુધી લાવવામાં આવી રહ્યું છે. તેમાં ઓએનજીસીના 38 કર્મચારી સહિત 101 લોકો સવાર હતા. મંગળવારે ત્રણ નૌસૈનિક જહાજ આઇએનએસ બ્યાસ, બેતવા અને તેગ - પી-305 માટે સર્ચ અને બચાવ માટે આઇએનએસ કોચ્ચિ અને કોલકાતાના અભિયાનમાં સામેલ થયા. સાથોસાથ પી-8 આઇ અને નૌસેનાના હેલિકોપ્ટરને એર સર્ચ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ