Home /News /national-international /

વાવાઝોડાની અસર: રાજસ્થાનમાં ભારે વરસાદ, આ રાજ્યોમાં પણ પડશે વરસાદ

વાવાઝોડાની અસર: રાજસ્થાનમાં ભારે વરસાદ, આ રાજ્યોમાં પણ પડશે વરસાદ

રાજસ્થાનમાં તોફાની વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી અને વીજળી પણ ડુલ

રાજસ્થાનમાં તોફાની વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી અને વીજળી પણ ડુલ

જયપુર. ટાઉતે વાવાઝોડું (Tauktae Cyclone) ગુજરાત (Gujarat)માં વિનાશ વેર્યા બાદ હવે રાજસ્થાન (Rajasthan) તરફ આગળ વધ્યું છે. આ ચક્રવાતની અસર મંગળવારે મોડી રાત સુધીમાં સમગ્ર રાજસ્થાનમાં થઇ ગઈ હતી. જોકે, તેની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો પણ જણાયો હતો. રાજસ્થાનમાં આ વાવાઝોડાના કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર ટાઉતેના કારણે 19 અને 20 મેના રોજ અતિ ભારે વરસાદ (Rainfall) વરસી શકે છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હિમાચલ (Himachal Pradesh), હરિયાણા (Haryana), ચંદીગઢ, દિલ્હી (Delhi), પશ્ચિમ યુપી, ઉત્તરાખંડમાં અલગ-અલગ જગ્યાઓએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંજાબ, પૂર્વ યુપી અને ઉત્તર રાજસ્થાનમાં અતિભારે વરસાદની સંભાવના સેવાયેલી છે. સાથે જ ઉત્તર પ્રદેશના અતરૌલી, જત્તારી, ખુર્જા, આગ્રા, જજુઆ, મુઝફ્ફરનગર, બિજનૌર, મથુરા, રાયા, બરસાના અને નંદગાંવમાં પણ વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો, 300થી વધુ કોરોના મૃતકોના કરાવ્યા અંતિમ સંસ્કાર, પોતે સંક્રમિત થતાં 3 કલાક સુધી ન મળ્યો બેડ, મોત

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં દબાવ ક્ષેત્ર બનવાને કારણે સોમવારે મોડી રાત્રે ભીલવાડા અને ચિત્તોડગઢમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું હતું કે, ટાઉતે વાવાઝોડું નબળું પાડવાની સાથે આગામી બે દિવસો દરમિયાન દિલ્હી-એનસીઆર સહીત ઉત્તર ભારતના વિભિન્ન ભાગોમાં માધ્યમ વરસાદ થશે. તેમજ હવામાન ખાતાના સ્થાનીય કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, તાઉતે વાવાઝોડું ઉત્તર ભારત તરફ આગળ વધતા દક્ષિણી રાજસ્થાનમાં વરસાદ પડ્યો છે.

નોંધનીય છે કે, દેશની રાજધાની દિલ્હી સહીત NCRના ઘણા વિસ્તારોમાં હલકો વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં પણ ગત રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે. સાથે જ હરિયાણા અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કરીને કહ્યું છે કે, આજે સમગ્ર દિલ્હી સહીત NCR, પાણીપત, ગન્નૌર, સોનીપત, ગોહાના સહિતના વિસ્તારોમાં વરસાદ થશે અને સાથે જ 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો, Cyclone Tauktae: નેવી-કોસ્ટગાર્ડે સમુદ્રમાં ફસાયેલા 638 લોકોને બચાવ્યા, 91 લોકો હજુ ગુમ

ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના સીએમ ગહેલોત સાથે કરી ચર્ચા

ટાઉતે વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે કેન્દ્ર તરફથી દરેક પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અરબ સાગરમાંથી ઉઠેલું આ ચક્રવાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે ટકરાયું હતું. આ વાવાઝોડું દીવ અને ઉનાના દરિયા કિનારા વચ્ચે ટકરાયું હતું. ત્યારબાદ ગુજરાતમાંથી પસાર થતા આ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો હતો. જોકે, વાવાઝોડાની અસરથી મુંબઈમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
First published:

Tags: Cyclone Tauktae, IMD, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, વરસાદ, વાવાઝોડુ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन