Cyclone Nivar: પુડુચેરી-તમિલનાડુમાં દરિયાકાંઠે ટકરાયું નિવાર વાવાઝોડું, આગામી 3 કલાકમાં વધુ નબળું પડશે

Cyclone Nivar: પુડુચેરી-તમિલનાડુમાં દરિયાકાંઠે ટકરાયું નિવાર વાવાઝોડું, આગામી 3 કલાકમાં વધુ નબળું પડશે
Cyclone Nivar Updates: દરિયાકાંઠાને ટકરાયું નિવાર વાવાઝોડું, ચેન્નઈ અને પુડ્ડુચેરીમાં ભારે વરસાદ

Cyclone Nivar Updates: દરિયાકાંઠાને ટકરાયું નિવાર વાવાઝોડું, ચેન્નઈ અને પુડ્ડુચેરીમાં ભારે વરસાદ

  • Share this:
    નવી દિલ્હીઃ ચક્રવાતી વાવાઝોડું નિવાર (Cyclone Nivar) અડધી રાત બાદ તમિલનાડુ અને પુડુચેરીમાં દરિયાકાંઠે ટકરાયું છે. આ દરમિયાન ભારે વરસાદ પડ્યો. તેજ ગતિથી પવન ફુંકાવાની સાથે ચેન્નઈ, કુડ્ડલોર, મહાબલીપુરમ સહિત અનેક શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. પુડુચેરીમાં પણ પવન ફુંકાવાની સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે. IMDએ ગુરુવારે કહ્યું કે ભયંકર ચક્રવાતી વાવાઝોડું નિવાર ઉત્તર પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને આગામી 3 કલાક દરમિયાન વાવાઝોડું નબળું પડશે.

    આ પહેલા બુધવાર મધ્ય રાત્રીમાં નિવારની દરિયાકાંઠા વિસ્તારને ટકરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને તે થોડા સમયમાં કાંઠાને પાર કરી ગયું.



    IMDએ પોતાના ટ્વીટર હેન્ડલ પર કહ્યું હતું કે, અત્યંત ભીષણ ચક્રવાતી વાવાઝોડું નિવાહ હજુ પુડુચેરીના પૂર્વ-દક્ષિણપૂર્વમાં લગભગ 40 કિમી દૂર સ્થિત કુડ્ડાલોરથી 50 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં છે. ચક્રવાતી વાવાઝોડું પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી 3 કલાકમાં પુડ્ડુચેરીની નજીકના કાંઠાને પાર કરી જશે. આ પહેલા હવામાન વિભાગે કહ્યું કે નિવાર ચક્રવાતી વાવાઝોડાને ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તે તમિલનાડુ તથા ચેન્નઈની વચ્ચે દરિયાકાંઠા તરફ પહોંચવાની નજીક છે.



    આ પણ વાંચો, 3 દિવસમાં 2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હજુ વધુ ગગડી શકે છે ભાવ

    IMDએ કહ્યું કે, Cyclone Nivarનું કેન્દ્ર 25 નવેમ્બર રાત્રે 11:30 વાગ્યાથી 26 નવેમ્બરની સવારે 2:30 વાગ્યા દરમિયાન પુડ્ડુચેરીની પાસેના કાંઠાને પાર કરી ગયું. પુડ્ડુચેરીના ઉત્તર પૂર્વ સેક્ટરમાં પવનો ફુંકાશે. હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી 3 કલાક દરમિયાન પવની ઝડપ ધીમે-ધીમે ઘટીને 65-75 કિમી પ્રતિ કલાક થઈ જશે.

    આ પણ વાંચો, OPINION: અહેમદ પટેલની ગેરહાજરીમાં વધી જશે કૉંગ્રેસનું સંકટ

    હવામાન વિભાગના જણાવ્યા મુજબ નિવાર વાવાઝોડું તમિલનાડુ અને પુડ્ડુચેરીના કાંઠે ટકરાવવાનું શરૂ કીર દીધું છે અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. નિવારના કારણે પવન સાથે તોફાની વરસાદ પડી રહ્યો છે. નિવાર વાવાઝોડાના કારણે ગુરુવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈ એરપોર્ટ અને મેટ્રો સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 26, 2020, 06:43 am

    टॉप स्टोरीज