Cyclone: નબળું પડ્યું નિસર્ગ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી

News18 Gujarati
Updated: June 3, 2020, 10:31 PM IST
Cyclone: નબળું પડ્યું નિસર્ગ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી
Cyclone: નબળું પડ્યું નિસર્ગ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી

ચક્રવાત સાથે જોડાયેલી દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા

  • Share this:
મુંબઈ : ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ બપોરે મહારાષ્ટ્રનાં પાલઘર અને મુંબઇમાં દરિયાકિનારે અથડાયું હતું. ચક્રવાત સાથે જોડાયેલી દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મહારાષ્ટ્ર્માં લેન્ડફોલ થયા પછી વાવાઝોડું નબળું પડ્યું હતું.

હવામાન વિભાગના મતે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ઠાણે, રત્નાગિરી, સિંધુદુર્ગ, અહમદનગર, પૂણે, કોલ્હાપુર અને સતારામાં પણ ભારે વરસાદની આગાહી છે. નિસર્ગ હાલ ચક્રવાતી વાવાઝોડું બનીને ધીમું પડી ગયું છે.

IMDના ડીજી મૃત્યુજય મહાપાત્રએ જણાવ્યું હતું કે આ વાવાઝોડું નોર્થ-ઇસ્ટ મધ્ય મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. કાલ સુધીમાં આ નબળું ડિપ્રેશન બની સાઉથ મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે, જે એક સારા સમાચાર છે. લેન્ડફોલ કર્યા પછી જ નિસર્ગ સતત નબળું પડ્યું હતું. હવે તે એક તોફાન છે જેની ઝડપ 65-70 કિમી પ્રતિ કલાક છે. આગામી ત્રણ કલાકમાં એક ઉંડા ડિપ્રેશનમાં બદલી જશે અને છ કલાકમાં એક ડિપ્રેશનમાં ફેરવાઇ જશે.



આ પણ વાંચો - આ ખેડૂતે કરી કમાલ, 7.1 ફૂટના ધાણા ઉગાડી ગિનિજ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

મહારાષ્ટ્રમાં NDRFની 16 અને ગુજરાતમાં 13 ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ સિવાય અનેક ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે. દાદરાનગર હવેલી, દીવ અને દમણ ખાતે પણ NDRFની ટીમ તૈનાત હતી. સાથે જ ભારતીય નેવી, કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ પર રખાયા છે.ભારતીય મહાદ્વીપમાં આવતા દરેક વાવાઝોડા-તોફાનને સમયાંતરે અનેક દેશો દ્વારા અલગ-અલગ નામ આપવામાં આવે છે. આ વખતના વાવાઝોડાને બાંગ્લાદેશે નિસર્ગ નામ આપ્યું છે અને બંગાળીમાં તેનો મતલબ 'પ્રકૃતિ' એવો થાય છે.
First published: June 3, 2020, 10:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading