Cyclone Alert : મુંબઈમાં ચોખ્ખું થઈ રહ્યું છે આકાશ, મોસમ વિભાગે કહ્યું - આજ રાત સુધી નબળું પડી શકે છે નિસર્ગ

News18 Gujarati
Updated: June 3, 2020, 5:34 PM IST
Cyclone Alert : મુંબઈમાં ચોખ્ખું થઈ રહ્યું છે આકાશ, મોસમ વિભાગે કહ્યું - આજ રાત સુધી નબળું પડી શકે છે નિસર્ગ
હવામાન વિભાગે જણાવ્યું કે, આ વાવાઝોડાની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક પહોંચી ગઇ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, આ વાવાઝોડાની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક પહોંચી ગઇ છે.

  • Share this:
મુંબઈ : ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ બપોરે મહારાષ્ટ્રનાં પાલઘર અને મુંબઇમાં દરિયાકિનારે અથડાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે, આ વાવાઝોડાની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક પહોંચી ગઇ છે. દરિયાકિનારે અથડાવવા દરમિયાન હવાની ગતિ120 કિલોમીટર પ્રતિ કલાક થઇ શકે છે. હવામાન વિભાગે મુંબઈમાં હાઇ ટાઇડ આવવાની સંભાવના દર્શાવી છે. આજે રાતે 9.48 કલાકે મુંબઈમાં હાઇ ટાઇડની ચેતવણી આપી છે. નિસર્ગ વાવાઝોડા દરમિયાન 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક તૂફાની હવા અને સમુદ્રમાં 6 ફૂટ ઊંચી લહેરો મુંબઇમાં ફરીથી પાણી પાણી કરી શકે છે. નોંધનીય છે કે, આ વાવાધોડા પહેલા ગુજરાત અને મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. જોકે રાહતની વાત એ છે કે મોસમ વિભાગના મતે નિસર્ગ આજે સાંજ સુધીમાં નબળું પડી શકે છે અને રાત સુધીમાં ભારે દબાણ સાથે ખતમ થઈ શકે છે.

અપડેટ્સ

> વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું. આ વિસ્તારમાં લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવ ફૂંકાયો હતો. જેને કાંઠેથી પસાર થતા લગભગ 3 કલાક જેટલો સમય લાગશે. આ સાથે જ મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર વાહનની અવરજવર અટકાવી દેવાઈ છે.

> વાવાઝોડું નિસર્ગ મહારાષ્ટ્રનાં દરિયાકાંઠે અથડાયું છે. નિસર્ગ મુંબઇનાં અલીબાગનાં દરિયાકાંઠે અથડાયું છે. મોસમ વિભાગના પ્રમાણે, આ વાવાઝઓડું આશરે 120 કિમી પ્રતિ કલાકની તીવ્રતાથી અથડાયું છે.



> તીવ્ર હવાને કારણે રાયગઢમાં અનેક વૃક્ષો ઉખડ્યા આ સાથે ઘરોની છત પરનાં પતરા પણ ઉડી ગયા છે. એકાદ કલાકની આસપાસ લેન્ડફોલ કરવાની સંભાવના છે.
ઘરની ઉપરનાં પતરા પણ ઉડ્યા


> મુંબઈ માટે આજનો દિવસ ઘણો જ ભારે છે. બપોરની આસપાસ વાવાઝોડું અહીંયા 120 KMPHની સ્પીડથી દસ્તક આપવાનું છે. જોકે, આ મુશ્કેલીમાંથી બચવા માટે મુંબઈ તંત્ર પણ સજ્જ છે. અત્યાર સુધી 80 હજાર લોકોનું ખસેડીને સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવ્યાં છે.

> ભારતમાં નિસર્ગ વાવાઝોડાની અસર મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, દીવ અને દમણ ખાતે જોવા મળશે. આ રાજ્યોના દરિયા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને સુરતમાં ભારે વરસાદ વરસી શકે છે. ગોવા અને મુંબઈમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.


> મહારાષ્ટ્રમાં NDRFની 16 અને ગુજરાતમાં 13 ટીમ તૈનાત કરાઈ છે અને તે સિવાય અનેક ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે. દાદરાનગર હવેલી, દીવ અને દમણ ખાતે પણ NDRFની ટીમ તૈનાત છે અને સાથે જ ભારતીય નેવી, કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ પર રખાયા છે.

આ પણ વાંચો - ગુજરાત માટે સારા સમાચાર! ચોમાસું બેસે તે પહેલાં સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો

> ભારતીય મહાદ્વીપમાં આવતા દરેક વાવાઝોડા-તોફાનને સમયાંતરે અનેક દેશો દ્વારા અલગ-અલગ નામ આપવામાં આવે છે. આ વખતના વાવાઝોડાને બાંગ્લાદેશે નિસર્ગ નામ આપ્યું છે અને બંગાળીમાં તેનો મતલબ 'પ્રકૃતિ' એવો થાય છે.

આ પણ જુઓ - 

First published: June 3, 2020, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading