ચેન્નાઈ: ઉત્તર ભારતમાં ઠંડીની સિઝનની વચ્ચે દક્ષિણ ભારતનું હવામાન ચક્રવાતી તોફાનથી અચાનક બદલાવા લાગ્યું છે.ચક્રવાતી તોફાન 'મૈંડૂસ' આજે ચેન્નાઈ તટ પરથી પસાર થશે. જેના માટે એનડીઆરએફની ટીમ તૈયાર છે અને કેટલાય જિલ્લામાં સ્કૂલ કોલેજો બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીની ઉપર બનેલા ચક્રવાતી તોફાન મૈંડૂસ આજે એટલે કે, 9 ડિસેમ્બરની અડધી રાતે પાડોશી રાજ્ય આંધ્ર પ્રદેશના શ્રી હરીકોટા અને પુડુચેરીની વચ્ચેથી પસાર થઈ શકે છે. તેને જોતા તમિલનાડૂના કેટલાય ભાગોમાં ભારે વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. તો આવો જાણીએ ચક્રવાતી તોફાન મૈંડૂસ સાથે જોડાયેલી લેટેસ્ટ અપડેટ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગંભીર ચક્રવાતી તોફાન મૈંડૂસ એક ચક્રવાતી તોફાનમાં નબળુ પડનારુ છે અને ઉત્તર તમિલનાડૂ અને પુડુચેરી તથા શ્રીહરિકોટાની વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના તટથી અડીને આવેલા વિસ્તારમાં 65-75 કિમી પ્રતિ કલાકની સ્પિડથી આજે રાતે 10 ડિસેમ્બરના શરુઆતી કલાકો સુધી રહેશે.
તમિલનાડૂના ચેન્નાઈમાં આવેલા હવામાન વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન તિરુવલ્લુર, ચેન્નાઈ, ચેંગલપટ્ટૂ અને કાંચીપુરમ જિલ્લામાં અમુક જગ્યા પર ભારે વરસાદ થવાની સંભાવના છે.
ચક્રવાત મૈંડૂસ ખતરનાક તોફાનમાં પરિવર્તિત થતાં તમિલનાડૂના 3 જિલ્લા ચેંગાલપટ્ટુ, વિલુપુરમ અને કાંચીપુરમમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર