ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને માઠી અસર પહોંચી, અનેક લોકો બેઘર થયા
મૈંડૂસે વૃક્ષો કર્યા ધરાશાયી
ચક્રવાતી તોફાન 'મૈંડૂસ' એ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી છે. તેનો કહેર ભલે ઓછો થઈ ગયો હોય પરંતુ તેના કારણે 5 લોકોના મોત થયા અને હજારો લોકોએ પોતાના ઘર છોડીને શેલ્ટર હોમમાં જવું પડ્યું. વાવાઝોડાના કારણે પડેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મળતી માહિતી મુજબ તોફાનના કારણે 275થી વધુ મકાનોને નુકસાન થયું
ચક્રવાતી તોફાન 'મૈંડૂસ' એ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી છે. તેનો કહેર ભલે ઓછો થઈ ગયો હોય પરંતુ તેના કારણે 5 લોકોના મોત થયા અને હજારો લોકોએ પોતાના ઘર છોડીને શેલ્ટર હોમમાં જવું પડ્યું. વાવાઝોડાના કારણે પડેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મળતી માહિતી મુજબ તોફાનના કારણે 275થી વધુ મકાનોને નુકસાન થયું છે.
સરકારે તોફાન પ્રભાવિત વિસ્તારોની આસપાસ 160 થી વધુ આશ્રયસ્થાનો બનાવ્યા છે. વાવાઝોડાનો કહેર એટલો હતો કે હવામાન વિભાગે વિલ્લુપુરમ, કાંચીપુરમ અને ચેંગલપુટ્ટુ જિલ્લામાં રવિવાર સુધી એલર્ટ જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ વાવાઝોડાને કારણે 450 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે ઘણી જગ્યાએ ભારે નુકસાન થયું છે. પેટ્રોલ પંપ પર ભારે વૃક્ષ પડવાના પણ સમાચાર છે. વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. આ તોફાનને જોતા રાજ્ય સરકારે સંકેત આપ્યા છે કે તે સોમવારે શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી શકે છે.
વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે હવામાન વિભાગે મૈંડૂસ વાવાઝોડાને લઈને ચેતવણી જાહેર કરતા જ તેને ટાળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ નુકસાન થયું છે. સેંકડો લોકોને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા છે અને હજારો લોકોને ભોજન આપવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન તોફાન બાદ નુકસાન થયેલા વિસ્તારોની મુલાકાત લેશે. જો જરૂર પડે તો તે કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક મદદની માંગ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર