નવી દિલ્હી: જવાદ ચક્રવાતી વાવાઝોડુ (Jawad Cyclone)ને ધ્યાનમાં રાખીને ઓડિશા (Odisha) અને આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)માં બચાવ કાર્યની વ્યવસ્થા જોરે શોરે ચાલી રહી છે. NDRF દ્વારા 64 ટીમની તૈયારી રાખવામાં આવી છે. જવાદને કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં 4 ડિસેમ્બરનાં પ્રસ્તાવિત યૂજીસી નેટની પરીક્ષાઓનું શિડ્યુલ પણ બદલી દેવામાં આવ્યું છે. હવે આ પરીક્ષાઓ 5 ડિસેમ્બરનાં યોજાશે. આ ઉપરાંત રેલવેએ તેમની 150 ટ્રેનો કેન્સલ કરી દીધી છે. આ આંધ્ર પ્રદેશ અને ઓડિશાનાં તટીય વિસ્તારથી પસાર થતી ટ્રેન છે. જેમાં અપમાં 54 ટ્રેન અને ડાઉનમાં 53 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તેમજ કેટલીક લોકલ ટ્રેન્સ પણ કેન્સલ કરવામાં આવી છે.
ઓડિશા સરકારે રાજ્યનાં 30માંથી 19 જિલ્લામાં સ્કૂલો બંધ રાખવાનાં આદેશ આપ્યાં છે. આ ઉપરાંત ગજપતિ, ગંજામ, પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપાડા જિલ્લાનાં ડીએમને આદેશ કરવામાં આવ્યાં છે કે, તે આશંકિત જગ્યાઓ પરથી લોકોને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દે.
80થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે હવા ચાલી શકે છે- એક મીડિયા રિપોર્ટ મુજબ, ઓડિશાનાં વિશેષ રાહત આયુક્ત પીકે જેનાનાં જણાવ્યા અનુસાર, હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ચક્રવાત રવિવારનાં પુરીનાં તટીય વિસ્તાર પર દસ્તક આપી શકે છે. આ દરમિયાન 80થી 100 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલી શકે છે.
આ છે NDRFની તૈયારીઓ- NDRFનાં મહાનિદેશક (DG) અતુલ કરવાલ (Atul Karwal)નાં જણાવ્યાં અનુસાર, સંવેદનશીલ વિસ્તારમાં 46 દળ ખડકી દેવામાં આવ્યા છે. જ્યારે 18 દળને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. NDRFની એક ટીમમાં આશરે 30 કર્મી હોય છે. NDRFની કૂલ 46 ટીમને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ મોકલવામાં આવ્યાં છે. કોઇપણ દળને એરલિફ્ટ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય તો #IDS એલર્ટ પર છે. 18 અન્ય ટીમ પણ સ્ટેન્ડ બાય પર છે.
આંધ્રમાં એલર્ટ- વાવાઝોડાને કારણે આંધ્ર સરકારે ત્રણ ઉત્તરીય તટનાં જીલ્લામાં અધિકારીઓને હાઇ એલર્ટ પર રહેવાનાં નિર્દેશ કર્યા છે. 3થી 5 ડિસેમ્બરની વચ્ચે માછીમારોને પણ પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમનાં જિલ્લાઓમાં આ ચેતવણી આપવામાં આવી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર