હૈદરાબાદ : આંધ્ર પ્રદેશના તટીય ક્ષેત્રમાં વાવાઝોડા ‘ગુલાબ’ના (Cyclone Gulab)કારણે સોમવારે ભારે વરસાદ પછી વિશાખાપટ્ટનમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (visakhapatnam international airport)પર ઘણું પાણી ભરાઇ ગયું છે. વાવાઝોડા ‘ગુલાબ’ના કારણે આંધ્ર પ્રદેશમાં (andhra pradesh heavy rainfall)રવિવારથી સતત વરસાદ થઇ રહ્યો છે. ‘ગુલાબ’વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશના (andhra pradesh)ત્રણ તટીય જિલ્લા વિશાખાપટ્ટનમ, વિજયનગરમ અને શ્રીકાકુલમમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
વરસાદ પછી વિશાખાપટ્ટનમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્થિતિ એવી છે કે જાણે નદી વહી રહી હોય. એરપોર્ટ પરિસર સાથે કેમ્પસના રસ્તામાં પણ પાણી ભરાઇ ગયા છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે પાણી ભરાયેલા રસ્તા પર કાર જતી જોવા મળી રહી છે.
#WATCH | Visakhapatnam International Airport witnesses severe waterlogging following heavy rainfall due to cyclone 'Gulab' in coastal areas of Andhra Pradesh pic.twitter.com/iHAjqKZ57J
બીજી તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પહેલા જ ત્રણેય તટીય જિલ્લામાં બચાવ અને રાહત કાર્ય માટે તૈનાત છે. ચક્રવાતના કારણે દક્ષિણ મધ્ય રેલવેએ એક પ્રેસ રિલીઝ કરીને જાણ કરી છે કે વાવાઝોડાના કારણે વિજયવાડા-હાવડા માર્ગની આઠ રેલગાડીઓને રસ્તો બદલીને ખડગપુર-ઝારસુગુડા, બિલાસપુર અને બલ્લારશાહના રસ્તે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ મોસમમાં આ પહેલા અત્યાર સુધી બે ચક્રવાતી વાવાઝોડા બની ચૂક્યા છે. પહેલું વાવાઝોડુ ટાઉતે અરબ સાગરમાં બન્યું હતું. જ્યારે બીજું વાવાઝોડુ યાસ 23 અને 28 મેની આસપાસ બંગાળની ખાડીમાં બન્યું હતું.
ગુજરાતમાં પણ અસર
બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ગુજરાત (Gulab Effect on Gujarat) સુધી પહોંચવાની શક્યતા છે. જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વાવાઝોડાની અસરના કારણે 28-29 સપ્ટેમ્બર તો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (South Gujarat Saurashtra Rains) આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 28 સપ્ટેમ્બરના રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસી શકે છે. આ સાથે 29 સપ્ટેમ્બરના રોજ 40થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર