Home /News /national-international /

વાવાઝોડું ‘ગાજા’ આજે તામિલનાડુમાં ત્રાટકશે: શાળાઓમાં રજા જાહેર કરાઇ

વાવાઝોડું ‘ગાજા’ આજે તામિલનાડુમાં ત્રાટકશે: શાળાઓમાં રજા જાહેર કરાઇ

પ્રતિકાત્મક તસવીર

વાવાઝોડાની આગાહીનાં પગલે રાજ્યમાં આવેલા તમામ ડેમો, તળાવો અને નદીઓનાં પ્રવાહો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

    વાવાઝોડું ગાજા બંગાળની ખાડીમાં કેન્દ્રિત થયું છે અને આજે (ગુરુવારે) તામિલનાડુનાં દરિયાકાંઠે ત્રાટકશે. આ વાવાઝોડાની તબાહી રોકવા માટે કાંઠા વિસ્તારનાં ગામોમાં શાળાઓમાં રજાઓ જાહેર કરાઇ છે. વાવાઝાડોની સાથે ભારે વરસાદની પણ શક્યતા છે.

    આ વાવાઝોડું તામિલનાડુનાં પંબન અને કુડ્ડાલોર વચ્ચે ત્રાટકશે એવી આગાહી કરવામાં આવી છે. 100 પ્રતિ કિલોમિટર હવા ફૂંકાઇ રહી છે. ઇન્ડિયન નેવીને સેન્ડબાય રાખવામાં આવી અને વાવાઝોડા પછી આવનારી આફતને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

    ભારતીય નૌકાદળનાં જહાજો-રણવીર અને ખંજર-ને તૈયાર રાખવામાં આવ્યા છે. આ જહાજો પર વધારાનાં તબીબો, તરવૈયાઓ, મરજીવાઓ, રબર બોટ રાખવામાં આવી હશે.

    30,500 જેટલા જવાનો રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
    વાવાઝોડાની આગાહીનાં પગલે પુડુચેરી અને કરાઇકલ વિસ્તારની તમામ શૈક્ષેણિક સંસ્થાઓ બંધ રહેશે.

    સેન્ટ્રલ વોટર કમિશનનાં ચેતવણનાં ભાગ રૂપ તામિલનાડુનાં મહેસુલ મંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલા તમામ ડેમો, તળાવો અને નદીઓનાં પ્રવાહો પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહીનાં પગલે ડેમોનાં કેટમેન્ટ એરિયામાં પાણીનો જોરદાર પ્રવાહ આવે તો ડેમ તાત્કાલિક ભરાઇ શકે તેવી શક્યા દર્શાવાઇ રહી છે. અસરગ્રસ્ત વિસ્તોરમાં મોબાઇલનું કવરેજ મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

    માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું એ સલાહ લોકોને આપી દેવામાં આવી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Heavy rains, IMD, Tamilnadu

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन