ચક્રવાત અમ્ફાનથી તબાહી, પાંચના મોત - રૂવાંટા ઉભા કરી દે તેવા Video વાયરલ

News18 Gujarati
Updated: May 20, 2020, 9:50 PM IST
ચક્રવાત અમ્ફાનથી તબાહી, પાંચના મોત - રૂવાંટા ઉભા કરી દે તેવા Video વાયરલ
ચક્રવાત અમ્ફાનથી ઓડિશા-પશ્ચિમ બંગાળમાં તાબાહી

બપોરે 2 કલાકથી લગભગ 160 કિમીની સ્પીડથી તોફાની વાવાઝોડું સમુદ્ર કિનારે ટકરાયું છે. આ કારણે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં ત્રણ લોકો, જ્યારે ઓડિશામાં બે લોકોના મોત થઈ ચુક્યા છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus) વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ વચ્ચે પશ્ચિમ બંગાળ (West Bengal) અને ઓડિશા (Odisha) પર બુધવારે ચક્રવાત 'અમ્ફાન' (Amphan)નો બેવડો માર પડી રહ્યો છે. અહીં બપોરે 2 કલાકથી લગભગ 160 કિમીની સ્પીડથી તોફાની વાવાઝોડું સમુદ્ર કિનારે ટકરાયું છે. આ કારણે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં ત્રણ લોકો, જ્યારે ઓડિશામાં બે લોકોના મોત થઈ ચુક્યા છે.

હવામાન વિભાગે આ ખૂબજ ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં ચિહ્નિત કર્યું છે. અમ્ફાને બંગાળના દરિયા કિનારાના શહેર દીધા અને બાંગ્લાદેશમાં હટિયા દ્વીપ વચ્ચે સમુદ્ર તટ પર ત્રાક્યું છે.

તોફાની વાવાઝોડાના કારણે બંને રાજ્યોમાં ભીષણ હવાઓ સાથે ભારે વરસાદ વરસ્યો







તોફાન દરિયા કિનારે ટકરાવવાની સાથે જ સોશિયલ મીડિયા પર બંને રાજ્યોના કેટલાક ભાગના મૂશળધાર વરસાદના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. જેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ઝોડ અને ઈમારતોને કેવી રીતે નુકશાન પહોંચાડે છે તે જોવા મળી રહ્યું છે.







આ તોફાનની અસર જલસ્ત્રોતો પર પણ જોવા મળી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેથી વહી રહેલી ઈચ્છામતી નદી પણ તોફાન આવ્યા પહેલા એક વીડિયોમાં દરિયાની જેમ લહેરાતી જોવા મળી.
First published: May 20, 2020, 9:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading