Cyclone Amphan: આગામી 12 કલાક ભારે, વાવાઝોડું ‘સુપર સાઇક્લોન’માં ફેરવાશે

News18 Gujarati
Updated: May 18, 2020, 12:24 PM IST
Cyclone Amphan: આગામી 12 કલાક ભારે, વાવાઝોડું ‘સુપર સાઇક્લોન’માં ફેરવાશે
સાઇક્લોન એમફન જ્યારે દરિયાકાંઠે તટરાશે ત્યારે હવા 260 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા

સાઇક્લોન એમફન જ્યારે દરિયાકાંઠે તટરાશે ત્યારે હવા 260 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા

  • Share this:
નવી દિલ્હીઃ ઓડિશામાં આવનારું ચક્રવાતી તોફાન એમફન (Cyclone Amphan) સુપર સાઇક્લોન (Super Cyclone)માં બદલાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ દરેક કલાકે તેની ઝડપ સતત વધી રહી છે. આગામી 12 કલાકમાં તે સુપર સાઇક્લોનમાં ફેરવાઈ શકે છે. આવા ખતરનાક તોફાનમાં સામાન્ય રીતે હવાની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ છે. આવું તોફાન ઓડિશામાં વર્ષ 1999માં આવ્યું હતું. છેલ્લા 6 કલાક દરમિયાન હવાની ઝડપ 13 કિલોમીટર પ્રતિ કલાક હતી. પરંતુ તે જ્યારે કાંઠાની નજીક પહોંચશે તો તેની ઝડપ 260 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

હાલ કઈ જગ્યાએ તોફાન?


ચક્રવાતી તોફાન એમફન હાલ બંગાળની ખાડીના મધ્ય અને દક્ષિણ હિસ્સામાં છે. તે ઉત્તર-પૂર્વની તરફ વધી રહ્યું છે. સોમવાર સવારે 5:30 વાગ્યે તે ઓડિશાના પારાદીપથી 790 કિલોમીટરના અંતરે હતું. જ્યારે બંગાળાન દીધા તટથી તે હાલ 940 કિલોમીટર દૂર છે.

આ પણ વાંચો, Lockdown: ફેસબુક, યૂટ્યૂબ નહીં સૌથી વધુ આ પ્લેટફોર્મ પર ઓનલાઇન ગેમ રમી રહ્યા છે લોકો

હવાની ઝડપ19 મેની સવારથી ઓડિશામાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ફુંકાઈ શકે છે. હવાની ઝડપ સતત વધી શકે છે. સોમવારે પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારમાં હવાની ઝડપ 60-70 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જ્યારે જે દિવસે આ તોફાન દાંઠાની ટકરાશે ત્યારે હવાની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

કાંઠાના વિસ્તારો ખાલી કરાવ્યા

ઓડિશા રાજ્યના પ્રશાસને કહ્યું કે તેઓ આ ચક્રાવાતથી ખરાબ રીતે પ્રભાવિત થનારા 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવા માટે તૈયાર છે.

આ પણ વાંચો, દીપડાએ ટ્રક ડ્રાઈવર પર કર્યો હુમલો, કૂતરાઓએ આવી રીતે બચાવ્યો જીવ
First published: May 18, 2020, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading