Cyclone Alert - હવામાન કચેરીએ ચક્રવાતી વાવાઝોડાને જોતા આવતા સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી પણ આપી છે
ભુવનેશ્વર : દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર (Low Pressure) ચક્રવાતી વાવાઝોડામાં (Cyclone)રૂપાંતરિત થવાની અને આગામી સપ્તાહની શરૂઆતમાં આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે (Cyclone Alert in Odisha-Andhra Pradesh) પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે (IMD)જણાવ્યું હતું કે, લો પ્રેશર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને શનિવાર સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર પ્રેશરના વિસ્તારમાં વધારો થાય તેવી શક્યતા છે. રવિવાર સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.
હવામાન કચેરીએ ચક્રવાતી વાવાઝોડાને જોતા આવતા સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. ઓડિશા સરકાર અનુસાર, હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ફાયર સર્વિસીસને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ ઉનાળામાં આ પ્રદેશે ચક્રવાતી તોફાનોનો સામનો કર્યો હતો. ઓડિશામાં 2021માં 'યાસ', 2020માં 'અમ્ફાન' અને 2019માં 'ફાની' જેવા ચક્રવાતો આવ્યા હતા.
ભારતીય હવામાન વિભાગ (IMD issued High Alert)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં પ્રેશર ક્ષેત્રમાં ફેરવાઈ રહ્યો છે અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇ શકે છે. તે 10 મે સુધીમાં દરિયાકાંઠે પહોંચી શકે છે. મહાપાત્રાએ કહ્યું, 'અમે હજુ સુધી અનુમાન નથી કર્યું કે તે ક્યાં ટકરાશે. અમે તેના નોક દરમિયાન પવનની સંભવિત ગતિનો પણ કોઈ ઉલ્લેખ કર્યો નથી.
ઓડિશા સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) પીકે જેનાએ કહ્યું, “અમે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), ODRAF (ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ)ની 17 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને બોલાવી છે. આ સિવાય NDRF સત્તાવાળાઓને કોઈપણ ઈમરજન્સી માટે 10 વધુ ટીમો તૈયાર રાખવા વિનંતી કરવામાં આવી છે. જેનાએ કહ્યું કે ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડને દરિયામાં માછીમારોની હિલચાલ પર નજર રાખવા માટે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
મહાપાત્રાએ કહ્યું, '7 મેના રોજ દબાણ ક્ષેત્રની રચના પછી જ IMD ચક્રવાત તેના પવનની ગતિ, કઇ જગ્યાએ ત્રાટકશે તે વિશે માહિતી આપી શકે છે. 9 મેથી દરિયામાં ઉછળતા ઊંચા મોજાને કારણે માછીમારોએ ત્યાં ન જવું જોઈએ. અમારું અનુમાન છે કે ચક્રવાતી તોફાન દરમિયાન પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે.
ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજા કરાઇ રદ
ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું કે ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. જેનાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે અને તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર