જાણો, ભારતમાં શું છે પોર્નોગ્રાફીનો કાયદો, કેવા પ્રકારની છે દંડની જોગવાઈ

(તસવીર - shutterstock)

ભારતના પ્રખ્યાત બિઝનેસમેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી મામલે ધરપકડ કરવામાં આવી છે

  • Share this:
ભારતના પ્રખ્યાત બિઝનેસમેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty)પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra)પોર્નોગ્રાફી (Pornography)મામલે ધરપકડ કરવામાં આવી છે. અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને પ્રકાશિત કરવાના મામલે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું તેમની પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા છે. રાજ કુન્દ્રાએ દુબઈમાં ઓફિસ બનાવી હતી અને ગયા વર્ષના અંતમાં તેઓ કંપનીથી અલગ થઈ ગયા હતા. ત્યારે ભારતમાં પોર્નોગ્રાફીનો શું કાયદો છે અને દંડની માટેની શું જોગવાઈ કરવામાં આવી છે, અહીં તેની જાણકારી આપવામાં આવી છે.

પોર્નોગ્રાફી માટે શું કાયદો છે?

રાજ કુન્દ્રા પર સાઈબર પોર્નોગ્રાફી કાયદા હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં સાયબર સ્પેસનો ઉપયોગ કરીને અથવા તેના દ્વારા અશ્લીલ સામગ્રી બનાવવી, બતાવવી, વેચાણ કરવી, મંગાવવી અથવા પ્રકાશિત કરવામાં આવે છે. સાઈબર સ્પેસની મદદથી વધુ માત્રામાં અશ્લીલ કન્ટેન્ટ ઓનલાઈન અથવા ડિજિટલ પોર્નોગ્રાફિક કન્ટેન્ટમાં બદલાઈ ગયું છે.

વર્ષ 2000ના કાયદાની જોગવાઈ

અનેક દેશોમાં પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતના માહિતી ટેક્નોલોજી એક્ટ 2000 અંતર્ગત આ કાયદો એવો છે, જેના પર પ્રતિબંધ પણ નથી મુકવામાં આવ્યો અને તે કાયદાકીય માન્ય પણ નથી. આ કાયદાની ધારા 67 હેઠળ ઘણા કાર્ય દંડનીય અપરાધની શ્રેણીમાં આવે છે, જેમાં ત્રણ વર્ષ જેલની સજા અને રૂ. 5 લાખ દંડની જોગવાઈ છે.

પ્રકાશન અને પ્રસારણ

આ કાયદામાં પ્રકાશન હેઠળ વેબસાઈટ પર સામગ્રી અપલોડ, વોટ્સએપ ગૃપ અથવા કોઈ અન્ય ડિજિટલ પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં થર્ડ પાર્ટી આ પ્રકારના કન્ટેન્ટ જોઈ શકે છે. તેના પ્રસારણમાં ઈ-મેઈલ, મેસેજિંગ, વોટ્સએપ અથવા કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારના ડિજિટલ મીડિયામાં અશ્લીલ તસ્વીર, વીડિયો અથવા ફોટોઝ મોકલવાનું સામેલ છે.

આ પણ વાંચો - પોર્નોગ્રાફીના ધંધામાં ક્યારેક સાથે હતા રાજ કુન્દ્રા અને શર્લિન ચોપડા, પૈસાને લઇને તૂટી સમજૂતી

પ્રકાશન અથવા પ્રસારણમાં હાથ હોવો

જો કોઈ વ્યક્તિનો આ પ્રકારના પ્રકાશન કે પ્રસારણમાં હાથ છે, તો આ કાયદા હેઠળ તેના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. જે પોર્ટલની મદદથી અશ્લીલ સામગ્રી પ્રકાશિત કે પ્રસારિત કરવામાં આવે છે, તે પોર્ટલના સંચાલક પર પણ આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. માહિતી ટેક્નોલોજી એક્ટના વચગાળાના દિશાનિર્દેશો હેઠળ ઈન્ટરમીડિએટરી/સેવા પ્રદાન કરનારની જવાબદારી છે કે તેમણે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના પોર્ટલનો આ પ્રકારના કાર્યો કરવા માટે દુરુપયોગ ન થાય.

કાયદાની મર્યાદા

આ કાયદાના અન્ય પરિબળો પર પણ ધ્યાન આપવું જોઈએ. આ કાયદાની જોગવાઈ પરથી સ્પષ્ટરૂપે કહી શકાય છે કે ભારતમાં સાઈબર પોર્નોગ્રાફી ગેરકાયદેસર નથી. માત્ર આવું કન્ટેન્ટ ડાઉનલોડ કરવું અને જોવું તે અપરાધની શ્રેણીમાં નથી. પરંતુ જો આ કન્ટેન્ટમાં બાળકો સામેલ છે, તો આ પ્રકારનું કન્ટેન્ટને જોવું, ડાઉનલોડ કરવું તે અપરાધની શ્રેણીમાં આવે છે. જેના માટે 5 વર્ષની જેલ અને રૂ. 10 લાખનો દંડ થઈ શકે છે. અશ્લીલ સામગ્રી ઓનલાઈન પ્રકાશિત કરવી તે ગેરકાયદેસર જાહેર કરાઈ છે અને તે માટે દંડ થઈ શકે છે. પરંતુ આ કાયદા મુજબ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ સ્ટોર કરી રાખવું તે અપરાધ નથી.

અપરાધ

આ કાયદો નબળો હોવા છતાં તેમાં જોગવાઈ છે કે સાઈબર પોર્નોગ્રાફીનું મેસેજ, ઈમેઈલ કે અન્ય માધ્યમોથી ડિજિટલ પ્રસારણ કરવું ગુનો છે. તાજેતરમાં 21 વર્ષના એન્જિનિયરિંગ સ્ટુડન્ટે એક મહિલાને અશ્લીલ તસવીરો મોકલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક એવા કેસ પણ સામે આવ્યા છે, જેમાં પોર્ટલની મદદથી અશ્લીલ સામગ્રી મોકલવામાં આવી હતી અને તે પોર્ટલના પ્રમુખની ધરપકડ કરવામાં આવી હતી.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી સમગ્ર દુનિયામાં ગેરકાયદેસર છે અને ભારતમાં પણ તેના વિરુદ્ધ કડક કાયદો બનાવવામાં આવ્યો છે. ભારતમાં સાઈબર પોર્નોગ્રાફી કાયદાકીય નથી. સરકારે પોર્નોગ્રાફી અંગે કડક કાયદો બનાવવાની જરૂરિયાત છે, કારણ કે દરેક પ્રકારે પોર્નોગ્રાફી કરવી તે યોગ્ય નથી અને સમાજની તમામ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
First published: