ચીન બાદ હવે આ દેશમાં fuel crisis, પેટ્રોલ પમ્પો પર સાયબર અટેક
મોટાભાગના ઈરાની લોકો સબસિડીવાળા ફ્યુઅલના ભરોસે રહે છે. (AP)
જ્યારે લોકો મશીનોના માધ્યમથી સરકાર દ્વારા જારી કરાયેલા કાર્ડથી ફ્યુઅલ (Iran Fuel Crisis) ખરીદવાનો પ્રયત્ન કરતા હતા, તો તેમને ‘સાયબર અટેક 64411‘વાળો મેસેજ સ્ક્રીન પર જોવા મળ્યો.
તેહરાન. ઈરાન (Iran)માં લોકોને મંગળવારે પેટ્રોલ પમ્પો પર સાયબર અટેક (Cyber attack)નો સામનો કરવો પડ્યો. આ કારણે ફ્યુઅલ સબસિડીનું મેનેજમેન્ટ કરવાવાળી એક સરકારી સિસ્ટમ બંધ પડી ગઈ. તો બંધ પડેલા પેટ્રોલ પમ્પો પર લોકોને લાંબી લાઈનોમાં ઊભવું પડ્યું. અત્યારસુધી કોઈ ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી નથી.
જોકે, એક મહિના પહેલાં પણ આ પ્રકારના હુમલા થયા હતા. તેને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei)ને સીધા પડકાર તરીકે જોવામાં આવ્યો. ઈરાન પહેલાંથી જ અમેરિકી પ્રતિબંધોને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
દેશના સરકારી ટેલિવિઝને દેશની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં એક અનામી અધિકારીનો ઉલ્લેખ કરીને સાયબર હુમલાની પુષ્ટિ કરી હતી. તેહરાનમાં પેટ્રોલ પમ્પોના બંધ થવાને લીધે ગાડીઓની લાંબી લાઈન લાગી હતી. સરકારી ટેલિવિઝને કહ્યું કે તેલ મંત્રાલયના અધિકારી ટેક્નીકલ સમસ્યાના ઉકેલ માટે ઇમરજન્સી મીટિંગ કરી રહ્યા છે.
ISNA સમાચાર એજન્સીએ સૌથી પહેલા સાયબર હુમલાની જાણકારી આપી હતી. તેણે કહ્યું કે જ્યારે લોકો મશીનોના માધ્યમથી સરકાર દ્વારા જારી કરાયેલા કાર્ડથી ફ્યુઅલ (Iran Fuel Crisis) ખરીદવાનો પ્રયત્ન કરતા હતા, તો તેમને ‘સાયબરઅટેક 64411‘વાળો મેસેજ સ્ક્રીન પર જોવા મળ્યો.
મોટાભાગના ઈરાની સબસિડીવાળા ફ્યુઅલના ભરોસે રહે છે. ખાસ કરીને દેશની આર્થિક સ્થિતિને લીધે તે વધારે જરૂરી બની જાય છે. ISNAએ આ સંખ્યાના મહત્વ અંગે કોઈ જાણકારી નથી આપી. પરંતુ આ સંખ્યા ખામેનેઈના કાર્યાલયના માધ્યમથી ચાલનારી એક હોટલાઈનથી જોડાયેલી છે જે ઇસ્લામી કાનૂન અંગેના પ્રશ્નોનો જવાબ આપે છે.
જોકે, પછી ISNAએ પોતાની રિપોર્ટને હટાવી નાખી અને દાવો કર્યો કે તેની વેબસાઈટ પણ હેક કરી લેવામાં આવી છે. અહીં ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે હેકિંગના આવા દાવા ત્યારે જ જોવા મળે છે, જ્યારે ઈરાની આઉટલેટ આવા સમાચાર પ્રકાશિત કરે છે, જે સરકારને પડકાર આપે છે.
સાયબર અટેક દરમ્યાન ‘64411’ સંખ્યાએ જુલાઈમાં ઈરાનના રેલરોડ સિસ્ટમ પર થયેલા સાયબર અટેકની યાદ તાજા કરી દીધી છે. એ દમ્યાન પણ આ સંખ્યા જોવા મળી હતી. ઈઝરાયલી સાયબર સુરક્ષા કંપની ચેક પોઈન્ટે પછી ટ્રેન હુમલા માટે હેકર્સના એક સમૂહને જવાબદાર ગણાવ્યું હતું, જે પોતાને ઇન્દ્ર કહે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર