Home /News /national-international /CWCની મીટિંગમાં લેવાયો નિર્ણય, મે મહિનામાં યોજાશે કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

CWCની મીટિંગમાં લેવાયો નિર્ણય, મે મહિનામાં યોજાશે કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

મે મહિનામાં કૉંગ્રેસને મળી શકે છે નવા અધ્યક્ષ, CWC બેઠકમાં ખેડૂત આંદોલન અંગે પણ ચર્ચા

મે મહિનામાં કૉંગ્રેસને મળી શકે છે નવા અધ્યક્ષ, CWC બેઠકમાં ખેડૂત આંદોલન અંગે પણ ચર્ચા

નવી દિલ્હીઃ કૉંગ્રેસમાં અધ્યક્ષ પદ (Congress President)ને લઈને ચાલી રહેલી ધમાસાણની વચ્ચે કૉંગ્રેસ વર્કિંગ કમિટી (Congress Working Committee)ની બેઠક ચાલી રહી છે. પાર્ટીના સૂત્રો મુજબ, મે મહિનામાં પાર્ટી સંગઠનની ચૂંટણી યોજાઈ શકે છે. અધ્યક્ષને લઈને વિરોધના સૂર ઉઠ્યા બાદ CWCની અગાઉની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પાર્ટી સંગઠનની ચૂંટણી આયોજિત કરવામાં આવે. મે 2019માં રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધી (Sonia Gandhi) વચગાળાની અધ્યક્ષ બની હતી. કૉંગ્રેસ નેતાઓનું એક જૂથ માંગ કરી રહ્યું છે કે ફુલ ટાઇમ પ્રેસિડન્ટ ચૂંટવામાં આવે, જે એક્ટિવ પણ રહે.

સોનિયા ગાંધીએ CWCની બેઠક દરમિયાન કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, સરકારે સંવેદનહીનતા અને અહંકારની તમામ હદો પાર કરી દીધી છે. ખેડૂત આંદોલનને લઈ સોનિયા ગાંધીએ કહ્યું કે આ કાયદાઓને સરકારે ઉતાવળમાં પાસ કરાવી દીધા.

આ પણ વાંચો, સરકાર ઈચ્છે તો પણ નવા કૃષિ કાયદાઓને રદ નહીં કરી શકે! જવું પડશે સુપ્રીમ કોર્ટ પાસે કે સંસદમાં

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીને લીલી ઝંડી આપવાની સાથોસાથ ચૂંટણીની તારીખની પણ જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીને વચગાળાની અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

ઓગસ્ટ 2019માં સોનિયા ગાંધીએ સંભાળ્યું હતું પદ

રાહુલ ગાંધી દ્વારા મે 2019કમાં પાર્ટીની લોકસભામાં મળેલી હાર બાદ રાજીનામું આપવાના કારણે ઓગસ્ટ 2019માં સોનિયા ગાંધીએ વચગાળાની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. બીજી તરફ .કૉંગ્રેસ નેતાઓના એક વર્ગથી પૂર્ણ સમયના અને સક્રિય પાર્ટી અધ્યક્ષ હોવાની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો, Budget 2021: વર્ક ફ્રોમ હોમ કરનારા કર્મચારીના હાથમાં આવી શકે છે વધુ સેલરી, જાણો કેવી રીતે

નોંધનીય છે કે, CWCએ પોતાની અગાઉની બેઠકમાં સંગઠનાત્મક ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો. ગયા વર્ષ ઓગસ્ટ મહિનામાં પાર્ટીના 23 નેતાઓના એક સમૂહે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો જેમાં ગુલાબ નબી આઝાદ, આનંદ શર્મા, ભૂપિન્દર હુડ્ડા, પૃથ્વીરાજ ચવ્હાણ, કપિલ સિબ્બલ, મનીષ તિવારી અને મુકુલ વાસનિક સામેલ હતા. સોનિયા ગાંધીએ ગત મહિને પત્ર લખનારા પૈકી કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
First published:

Tags: CWC, Priyanka Gandhi Vadra, Sonia Gandhi, કોંગ્રેસ, રાહુલ ગાંધી